Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

વિછીયાના મોઢુકા ગામના વૃધ્‍ધ પમાભાઇએ ઝેરી દવા પીધીઃ ગંભીર

બિમારીથી કંટાળીને પગલુ ભર્યુઃ રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૨: વિછીયાના મોઢુકા ગામે રહેતાં પમાભાઇ ભારમલભાઇ તાવીયા (કોળી) (ઉ.વ.૯૦) નામના વૃધ્‍ધે સાંજે ઘરે ઝેરી ટીકડીઓ પી લેતાં વિછીયા, આટકોટ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વિછીયા પોલીસને જાણ કરી હતી. પમાભાઇને સંતાનમાં ચાર પુત્ર અને ચાર પુત્રી છે. બિમારીથી કંટાળી જતા આ પગલુ ભર્યાનું તેમના સગાએ જણાવ્‍યું હતું. વૃધ્‍ધ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

(10:53 am IST)