Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ભીચરી-મહિકા રોડ પર બાઇકને કારની ટક્કર લાગતાં વૃધ્‍ધ દંપતિ ખંડિત થયું: પત્‍નિનું મોત

મુળ જેતપુરના દિનેશભાઇ ભોજક અને લીલાબેન ભોજક ખેરડીની વાડીથી નીકળ્‍યા ત્‍યારે બનાવઃ કાર ચાલકે જ હોસ્‍પિટલમાં ખસેડયા

રાજકોટ તા. ૨૨: કુવાડવાના ખેરડી ગામે વાડીમાં રહેતું મુળ જેતપુરનું વૃધ્‍ધ દંપતિ બાઇક સહિત કારની ઠોકરે ચડી જતાં પત્‍નિનું મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ જેતપુરના વતની દિનેશભાઇ બાધાભાઇ ભોજક (ઉ.વ.૬૫) પોતાના બાઇકમાં પત્‍નિ લીલાબેન (ઉ.વ.૬૦)ને બેસાડીને ખેરડીની વાડીએથી કોઇ કામ સબબ બહાર જતાં હતાં ત્‍યારે મહિકા-ભીચરી રોડ પર પહોચતા કાચા રસ્‍તે ઓચીંતુ રોજડુ આડે આવી જતાં દિનેશભાઇએ તેના વાહનને બ્રેક મારતાં પાછળ કાર આવતી હોઇ તેની ઠોકરે બાઇક ચડી જતાં પતિ-પત્‍નિ બંને ફંગોળાઇ જતાં ઇજા થઇ હતી.

બંનેને ૧૦૮ મારફત કાર ચાલકે જ રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં અને તેમના સગા સંબંધીઓને જાણ કરી રાજકોટ બોલાવ્‍યા હતાં. જો કે સારવાર દરમિયાન પત્‍નિ લીલાબેનનું મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

(10:59 am IST)