Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

કાલે આકાશવાણીનાં ઉદ્યોગ જગત કાર્યક્રમમાં આઇટીઆઇના આચાર્ય વી.એસ.ગોહેલની મુલાકાત

રાજકોટ,તા. ૨૨ :ભણવામાં સાધારણ હોય અને પારંપરિક હુન્નર હસ્‍તગત અને સ્‍વ બળે રોજગારી મેળવવા માંગતા યુવાનો માટે માહિતીસભર  મુલાકાત  ‘ઉદ્યોગ જગત'  નામક કામદારભાઈઓ  લોકપ્રિય એવો કાર્યક્રમ શુક્રવારે સવારે ૧૦ વાગ્‍યે આકાશવાણી રાજકોટ પર પ્રસારિત થશે. જેમાં  વિશેષજ્ઞ તરીકે આઈ.ટી.આઈ. ધ્રોલ, જોડિયા તેમજ દીવ્‍યાંગો માટે ની વિશેષ આઈ.ટી.આઈ. ના આચાર્ય શ્રી વી.એસ. ગોહેલ યુવા શ્રોતાઓને માર્ગદર્શન આપશે.
આજે જયારે હજારો યુવાનો સ્‍વરોજગારી ની દિશા તરફ આગળ વધી રહ્યા છે અને પોતાના પગ પર ઊભા રહીને સ્‍વમાનભેર કૌશલ્‍ય થકી  આત્‍મનિર્ભર બની રહ્યા છે, ત્‍યારે  સૌરાષ્ટ્ર-કચ્‍છ માં કેટલી ITI  છે અને સામાન્‍ય રીતે કયા કોર્સ ભણાવાય છે અને તેનો સમય-ગાળો કેટલો  હોય છે.? એક ITI  પ્રવેશ મેળવી લીધા પછી અન્‍ય ITI  માં તાલીમાર્થી ટ્રાન્‍સફર મેળવી શકે ખરો ?  ITI માં પ્રવેશ મેળવવા માટે શું વિધિ છે ઓન લાઈન, ઓફ લાઈન ? ફી નું ધોરણ, સગવળતા, હોસ્‍ટેલ બસ નો પાસ અને સ્‍ટાઈપેન્‍ડ. કેટલું મળે છે. ?  ITI  માં પ્રવેશ મેળવી લીધા પછી થીઅરી અને પ્રેક્‍ટીકલ નું ધોરણ કેવી રીતે રખાય છે ? પ્રવેશ મેળવવા માટે શું વિધિ છે ઓન લાઈન, ઓફ લાઈન ?  ITI માં નવા કોર્સ દાખલ કરાયા છે જેનું ભવિષ્‍ય  ઊજળું છે પરતું લોકો ને હજુ વિશેષ જાણકારી નથી. ? ઔદ્યોગિક એકમોના એસ્‍સોસીએશન સાથે ચર્ચા-વાર્તાલાપ કરીને ITI માં નવા કોર્સ દાખલ કરાય તો ઉત્તમ પરિણામ મળે એમ હું માનું છું. તમે શું કહો છો. ?  સામાન્‍ય ઉપરાંત દિવ્‍યાંગ બાળકો પણ શારીરિક ક્ષતિ ને અવગણી ને પોતાના પગભર ઊભા થઇ રહ્યા છે, તેવા સંજોગોમાં સરકાર દિવ્‍યાંગ બાળકો માટે કયા કોર્સ ચલાવે છે.? ITI પરીક્ષા ની પદ્ધતિ શું છે? અને પાસ થનાર તાલીમાર્થી ને કેવું પ્રમાણપત્ર સરકાર આપે છે? અને કુશળ કારીગર તેવા તાલીમાર્થી ને રોજગારી મળે તે માટે ઔદ્યોગિક એકમો અને તેના એસ્‍સોસીએશન સાથે તમારું જોડાણ કેવું છે? તમારી ભૂમિકા શું ? જેવા અનેક ઉપયોગી પ્રશ્નોના ઉત્તરો શ્રી વી.એસ. ગોહેલ દ્વારા આપવામાં આવ્‍યા છે.   આ મુલાકાત ૨૩ સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ શુક્રવારે સવારી ૧૦ વાગ્‍યે પ્રસારિત કરવામાં આવશે.મોટાભાગના અભ્‍યાસક્રોમમાં ફી નથી અથવા તો સવા મામુલી ફી છે.
રેડીઓ સેટ પર આ કાર્યક્રમ મીડીયમ વેવ ૩૭૦.૩  મીટર્સ એટલે કે ૮૧૦ કિલો હર્ટઝ પર સાંભળી શકાશે.  ઉપરાંત વર્તમાન સમયની સાથે તાલ મિલાવવા આકાશવાણી રાજકોટ સોશ્‍યલ મીડિયા ફ્રેન્‍ડલી બન્‍યું છે.  યુ ટ્‍યુબ અને પ્રસારભારતી નું  એપ ગૂગલ પ્‍લે સ્‍ટોરમાંથી ડાઉનલોડ કરી ને એન્‍ડ્રોઈડ મોબાઈલમાં પણ  દુનિયાના કોઈપણ ખૂણે લાઈવ સાંભળી  શકાય તેવી કાળજીપૂર્વકની વ્‍યવસ્‍થા ગોઠવી છે.
કાર્યક્રમ નું સંચાલન પરેશ વડગામા એ કર્યું છે. જયારે નિર્માણ સુધીર દત્તા નું છે.

 

(11:34 am IST)