Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

લોધીકાના વાગુદડથી બાલસર મેલડી માતાજીના મંદિર સુધીના રસ્‍તાનું ખાતમુહુર્ત

ખીરસરા :  લોધીકા તાલુકા ના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા તેમજ રાજકોટ ગ્રામ્‍ય ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા ના અથાગ પ્રયત્‍નો થી લોધીકા તાલુકા ના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં એક પછી એક અને વિકાસ ના કામો થઈ રહેલ છે જેમાં રોડ રસ્‍તાઓ હોય શૈક્ષણિક સંસ્‍થાઓ શાળા તાલુકા મથકનું આઇટી કેન્‍દ્ર કે મોટા બ્રિજ હોય ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયાએ ૨૦૧૭ થી ધારાસભ્‍ય બન્‍યા પછી સરકારી માં રજૂઆતો કરી એક પછી એક અને વિકાસ ના કામો ના ખાતમૂહુર્ત કરી તે કામોના લોકાર્પણ  કરેલ છે આજે ગ્રામ્‍ય તેમજ શહેરી વિસ્‍તારોના લોકોનું આસ્‍થાનું પ્રતિક એવા બાલસર ગાળાપાર મેલડી માતાજીના મંદિરના રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા તેમજ સાંસદ મોહનભાઇ કુંડારિયા હસ્‍તે કરવામાં આવેલ દર્શન માટે એક મોટી સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવેલ છે આ ખાતમૂહુર્તમાં સ્‍વામિનારાયણ સનાતન આશ્રમ ખીરસરા શાષાી ભક્‍તિ પ્રકાશદાસજી રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા મનસુખભાઈ રામણી મનિષભાઇ ચાંગેલા   જીલ્લા ભાજપ કિસાન મોરચા મંત્રી પ્રવિણસિંહ ડાભી તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડ ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા તાલુકા યુવા ભાજપ મહામંત્રી ડો પ્રકાશ વિરડા  તાલુકા ભાજપ અગ્રણી મયુરસિહ જાડેજા જીલ્લા યુવા ભાજપ કારોબારી સદસ્‍ય નિર્મળભાઇ કુગશીયા તાલુકા પંચાયત સદસ્‍ય બોદુભાઇ બક્ષીપંચ મોરચા પ્રમુખ વિશાલભાઈ ફાગલીયા મહામંત્રી પ્રવિણભાઇ માલકીયા માતાજી ના ભગત દિનેશભાઈ ગમારા સરપંચ દેવાયતભાઇ કુગશીયા ઉપસરપંચ વિરભાનુભાઇ મૈત્રા પૂર્વ સરપંચ વશરામભાઇ કુગશીયા દાનાભાઇ મૈત્રા કનુભાઈ  વાગુદડ હિરાભાઇ વિરડા લાલાભાઇ ગમારા સરપંચ જેન્‍તીભાઇ સભાયા સરપંચ લાખાભાઇ ચોવટીયા  સંજયભાઈ સોજીત્રા શૈલેષભાઈ રાઠોડ દેવાયતભાઇ કુગશીયા બાલસર તેમજ બ્રિજરાજસિહ ઝાલા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર : અહેવાલ- ભીખુપરી ગોસાઇ- ખીરસરા)

(11:45 am IST)