Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

લીંબુના ભાવમાં સતત ઉછાળો મણે વધુ ૩૦૦ રૂપીયાનો વધારો

રાજકોટ, તા., રરઃ લીંબુના ભાવમાં સતત ભાવ વધારો થઇ રહયો છે. આજે મણે વધુ ૩૦૦ રૂપીયાનો ઉછાળો નોંધાયો હતો.

રાજકોટ યાર્ડમાં આજે લીંબુની આવક ૨૮૦ કવીન્‍ટલ હતી. લીંબુ એક મણના ભાવ ૧૦૦૦ થી ૨૧૦૦ રૂપીયાના ભાવે સોદા પડયા હતા. બે દિ' પુર્વે લીંબુ એક મણના ભાવ ૧૦૦૦ થી ૧૮૦૦ રૂપીયા હતા. લીંબુમાં મણે આજે ૩૦૦ રૂા. વધ્‍યા છે. હોલસેલમાં લીંબુ એક કિલોના ભાવ પ૦ રૂા.થી ૧૦પ રૂપીયા છે. જે છુટક બજારમાં પહોંચતા ૧૪૦ થી ૧૬૦ રૂપીયાના ભાવે વેચાય છે.  લીંબુના પાકમાં કાપની સીઝન હોય આવકો ઓછી થતા ભાવ વધ્‍યાનું અને આગામી દિવસોમાં લીંબુની આવકો વધતા ભાવ આપોઆપ ઘટશે તેમ વેપારી સુત્રોએ જણાવ્‍યું હતું.

(1:31 pm IST)