Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ભારત વિકાસ પરિષદ-રણછોડનગર શાખા દ્વારા રાષ્‍ટ્રીય સમૂહગાન સ્‍પર્ધા સંપન્‍ન

રાજકોટ,તા.૨૨: ભારત વિકાસ પરિષદ -રણછોડ નગર શાખા, રાજકોટ દ્વારા તા.૧૮ ના રોજ અક્ષર સ્‍કુલના હોલ ખાતે સંસ્‍કારલક્ષી પ્રકલ્‍પ અંતર્ગત રાષ્ટ્રીય સમૂહગાન સ્‍પર્ધા યોજવામાં આવી.આ સ્‍પર્ધાᅠ ઉદધાટન સત્ર અને ઈનામવિતરણ સત્ર એમ બે સેશનમાં યોજવામા આવી. કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો.ᅠ
ઉદ્‌ઘાટન સત્રમાં દીપᅠ પ્રાગટ્‍ય કોર્પોરેટર સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍ય નયનાબેન પેઢડીયા તથા રિજિયોનલ સેક્રેટરી નરેન્‍દ્રભાઈ ભાડલિયા વિભાગ સહ મંત્રી ભરતભાઈ લીંબાસીયા અને શાખા પ્રમુખ વિનોદભાઈ પેઢડીયા સચિવ ગૌતમભાઈ પટેલ તેમજ કારોબારી સભ્‍યો હોદ્દેદારોના હસ્‍તે દીપ પ્રાગટ્‍ય કરીને કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો.
ત્‍યારબાદ વંદે માતરમનુ ગાન સાથે મહેમાનોનુ શબ્‍દથી સ્‍વાગતᅠ કરવામા આવ્‍યુ. તેમજ સંસ્‍થા પરિચય અનેᅠ સમૂહગાન સ્‍પર્ધા વિશે માહિતી કાંતિભાઈ બગડા દ્વારા આપવામાં આવી. ત્‍યારબાદ વિનોદભાઈ ના વરદ હસ્‍તે ડ્રો દ્વારા દરેક ટીમોને ઉપનામ આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ક્રાંતિકારીઓના નામ આપવામાં આવેલ આ નામની દરેક ટીમો દ્વારા ખૂબ જ સુંદર રીતે પરફોર્મન્‍સ કરવામા આવ્‍યુ.
આ સ્‍પર્ધામાંᅠ શિશુ મંદિર રણછોડ નગર શાખા પ્રથમ નંબર, અક્ષર શૈક્ષણિક સંકુલ દ્વિતીય નંબર અને ચાણક્‍ય વિદ્યાલય તૃતિય નંબર પ્રાપ્ત કર્યો. વિજેતા ટીમોને ઈનામ વિતરણ સત્રમાં ઉપસ્‍થિત મહેમાનો ટ્રસ્‍ટી પ્રેમગિરિબાપુ, પ્રમુખ વિનોદભાઈ પેઢડિયા, રીજીયોનલ સેક્રેટરી સંસ્‍કાર શ્રી નરેન્‍દ્રભાઇ, , રાજકોટ વિભાગના સહમંત્રી ભરતભાઈના હસ્‍તે શિલ્‍ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્‍યા.
કાર્યક્રમમાં આભારવિધિ ગૌતમભાઈ પટેલ દ્વારા કરવામાં આવી. આ સ્‍પર્ધામાંᅠ નિર્ણાયક તરીકેᅠ શ્રીમતી મીનાક્ષીબેન તથા પ્રતિકભાઈએ સેવા આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના અધ્‍યક્ષ વિનોદ ભાઈ પેઢડિયા, સચિવ ગૌતમભાઈ પટેલ, કોષાધ્‍યક્ષ કાંતિભાઈ બગડાᅠ પ્રચાર પ્રસાર તથા રાહુલભાઇ પાટડિયા , મયુરભાઈ ચોવટિયા,પિયુષભાઈ લીંબાસીયા,હર્ષ ભાઈ પેઢડીયાએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાંતિભાઈ બગડા દ્વારા કરવામાં આવ્‍યું હતું.

 

(3:00 pm IST)