Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

રાષ્‍ટ્રીય સમુહગાન સ્‍પર્ધામાં ચાણક્‍ય વિદ્યાલય ચમકી : ત્રીજું સ્‍થાન મેળવ્‍યું

રાજકોટ,તા.૨૨:ભારત વિકાસ પરિષદ -રણછોડ નગર શાખા, રાજકોટ દ્વારા તા.૧૮ ના રોજ અક્ષર સ્‍કુલના હોલ ખાતે સંસ્‍કારલક્ષી પ્રકલ્‍પ અંતર્ગત રાષ્ટ્રીય સમૂહગાન સ્‍પર્ધા યોજવામાં આવી.આ સ્‍પર્ધાᅠ ઉદધાટન સત્ર અને ઈનામવિતરણ સત્ર એમ બે સેશનમાં યોજવામા આવી. કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો.ᅠ
આ સ્‍પર્ધામાં શિશુ મંદિર રણછોડ નગર શાખા પ્રથમ નંબર, અક્ષર શૈક્ષણિક સંકુલ દ્વિતીય નંબર અને ચાણક્‍ય વિદ્યાલય તૃતિય નંબર પ્રાપ્ત કર્યો. વિજેતા ટીમોને ઈનામ વિતરણ સત્રમાં ઉપસ્‍થિત મહેમાનો ટ્રસ્‍ટી પ્રેમગિરિબાપુ, પ્રમુખ વિનોદભાઈ પેઢડિયા, રીજીયોનલ સેક્રેટરી સંસ્‍કાર નરેન્‍દ્રભાઇ, રાજકોટ વિભાગના સહમંત્રી ભરતભાઈના હસ્‍તે શિલ્‍ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્‍યા.

 

(3:01 pm IST)