Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

વોર્ડ નં. ૧૩માં ૭૦.૭૦ લાખના ખર્ચે વિવિધ વિકાસોને સ્‍ટેન્‍ડિંગની હરિઝંડી

કોર્પોરેટર સુરેન્‍દ્રસિંહ વાળા, નીતીન રામાણી, જયાબેન ડાંગર તથા સોનલબેન સેલારાના પ્રયત્‍નો સફળ

રાજકોટ,તા. ૨૨ : ‘સૌનો સાથ સૌનો વિકાસ', વોર્ડ નં.૧૩માં આવેલ જુદા-જુદા વિસ્‍તારોમાં વિવિધ રૂ.૭૦.૭૦ લાખનાં વિકાસના કામો સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજૂર કરતા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર સુરેન્‍દ્રસિંહ વાળા, નીતિનભાઈ રામાણી, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા દ્રારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ તથા સ્‍થાયિ સમિતિના સભ્‍યોનો આભાર વ્‍યકત કર્યો હતો.
વોર્ડ નં.૧૩ના કોર્પોરેટરોએ જણાવેલ કે વોર્ડ નં.૧૩માં આવેલ કોટેચા સ્‍કુલની પાસે ખોડીયાર નગરમાં હયાત આંગણવાડી નં.૧૬૧ ના કેમ્‍પસમાં આંગણવાડી નં.૧૧૯ તથા ૧૨૫નું બિલ્‍ડીંગ બનાવવા રૂ. ૧૯,૬૪,૦૦૦/-, કૃષ્‍ણનગરની જુદી જુદી શેરીઓમાં પેવીંગ બ્‍લોક ફિક્‍સિંગ કરવાનું રૂ. ૧૮,૫૬,૦૦૦/- કામો, નવલનગરની જુદી જુદી શેરીઓમાં પેવીંગ બ્‍લોક ફિક્‍સિંગ કામો રૂ.૩૨,૫૦,૦૦૦/-, નાખવાનું કામ કરાવવું જરૂરી હોય. તે માટે વોર્ડ નં.૧૩નાં કોર્પોરેટરશ્રીઓને ધ્‍યાને આવતા આ માટે રજુઆત કરવામાં આવેલ જેનાં અનુસંધાને મ્‍યુનિસિપલ કમિશનરશ્રીએ સ્‍થાયિ સમિતિમાં દરખાસ્‍ત રજુ કરેલ. આજ રોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીની મિટીંગમાં વોર્ડ નં.૧૩નાં જુદા-જુદા રૂ.૭૦.૭૦ લાખનાં વિકાસનાં કામો મંજૂર કરવા બદલ વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર સુરેન્‍દ્રસિંહ વાળા, નીતિનભાઈ રામાણી, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા દ્રારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ તથા સ્‍થાયી સમિતિ સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ. આ કામગીરી થતાં આ વિસ્‍તારનાં લોકોની પાયાની જરૂરીયાતના પ્રશ્નો મહદ અંશે હલ થશે.

 

(3:03 pm IST)