Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

કલેકટરનો સ્‍વાગત કાર્યક્રમઃ ઔદ્યોગિક કચરો-ગેરકાયદે બાંધકામ-વીજચોરી સહિત કુલ ૧૨ પ્રશ્‍નોની રજુઆત

રાજકોટ તા. ૨૨ : જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા સ્‍વાગત કાર્યક્રમ આજરોજ કલેકટર કચેરી ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં અરજદારોએ વિવિધ સરકારી વિભાગોના ઉપસ્‍થિતિમાં તેમની સમસ્‍યાઓની રજૂઆતો  કરી હતી.જે અંતર્ગત જિલ્લાના વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો જેવા કે ઇન્‍ડસ્‍ટ્રીયલ વેસ્‍ટ, ગેરકાયદેસર બાંધકામ,  રસ્‍તામાંથી ઝાડી-ઝાખરા દુર કરવા,વીજચોરી અટકાવવા સહિતના કુલ ૧૨ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ તમામ રજૂઆતો સાંભળી તેના નિવારણ અર્થે સંબંધીત સરકારી વિભાગોના અધિકારીઓને તાકીદ કરી હતી.
આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટરશ્રી કેતન ઠકકર તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(3:03 pm IST)