Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ફુડ શાખાનું માંડા ડુંગર વિસ્‍તારમાં ચેકીંગ : ૧૫૦ ફુટ રીંગ રોડ પરથી દુધના બે નમુના લેવાયા

મનપા દ્વારા ખાદ્યપદાર્થ ચકાસણીની કાર્યવાહી યથાવત

રાજકોટ,તા. ૨૨ : શહેરમાંથી ચોમાસુ લગભગ વિદાય લઇ રહ્યુ છે. ત્‍યારે મનપાની ફુડ શાખા દ્વારા આજે શહેરના માંડા ડુંગર, આજી ડેમ ચોકડી વિસ્‍તારમાં ચેકીંગ હાથ ધર્યું હતું. સાથે શહેરના ૧૫૦ ફુટ રીંગ ઉપરથી બે વેપારીઓને ત્‍યાંથી દુધના નમુના લેવામાં આવ્‍યા હતા. ઉપરાંત ૧૫ ફુડ ઓપરેટરોની ચકાસણી કરવાની સાથે ૧૧ પેઢીને લાયસન્‍સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.
મનપાની સત્તાવાર યાદી મુજબ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે માંડા ડુંગર, આજી ડેમ ચોકડી વિસ્‍તારમાં કુલ ૧૫ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ તથા ચકાસણી દરમિયાન ૧૧ પેઢીને લાયસન્‍સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ વેંચાણ થતાં ઘી, મસાલા, મીઠાઇ તથા ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલ વિગેરેના કુલ ૧૦ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.
જેમાં આજી સુપર માર્ટ, અરમાન જનરલ સ્‍ટોર, અરિહંત જનરલ સ્‍ટોર, કેક એન જોય, માં ચામુંડા ફરસાણ, શિવ પ્રોવિઝન સ્‍ટોર, રાધે ક્રિષ્‍ના ડેરી ફાર્મ, રાધે ક્રિષ્‍ના પ્રોવિઝન સ્‍ટોર, ધાર્મી મેડિકલ સ્‍ટોર, યશશ્વી પ્રોવિઝન સ્‍ટોર તથા શિવ ડેરી પ્રોવિઝન સ્‍ટોરને લાઇસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ.ᅠ
નમુનાની કામગીરી
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફટીᅠસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ ‘મિકસ દૂધ (લુઝ) સ્‍થળ - ‘અમૃતધારા ડેરી ફાર્મ' -બ્‍લોક નં.૧, ઓમ નગર પાર્ટ -A, ૧૫૦ ફૂટ રિંગ રોડ,  તથા ‘મિક્‍સ દૂધ (લુઝ) સ્‍થળઃ ‘સમૃધ્‍ધ ડેરી ફાર્મ & આઇસક્રીમ' -૧૮૩ ચંદ્ર પાર્ક, બિગ બજાર પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતેથી નમુના લેવામાં આવ્‍યા હતા.

 

(3:04 pm IST)