Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ઢોર પકડ અને દબાણ હટાવવાનું વેંગવતુ બનશે : વધુ ૨૦-૨૦ મજુરો રાખવા મંજૂરી

રાજકોટ,તા. ૨૨ : મનપાની સ્‍ટેન્‍ડીંગ કમિટિની બેઠકમાં વિવિધ નિર્ણયો લેવામાં આવ્‍યા હતા. જેમાં એ.એન.સી.ડી. અને દબાણ હટાવ શાખા માટે વધુ ૨૦-૨૦ મજુરોને કોન્‍ટ્રાકટ ઉપર રાખવા મંજુરી આપવામાં આવી હતી.
આ બંને શાખા માટે અંગે કમિશ્‍નરે પણ વધુ સ્‍ટાફ રખાશેનું જણાવેલ. સ્‍ટેન્‍ડીંગ દ્વારા બે વર્ષના કોન્‍ટ્રાકટ ઉપર રૂા. ૭૦.૫૮ લાખના ખર્ચે મજુરો રાખવા માટે બહાલી મળતા એ.એન.સી.ડી. અને દબાણ વિભાગમાં સ્‍ટાફની અછતને ભરી શકાશે.
સાથો-સાથો બંને શાખાઓની શહેરમાં રખડતા ઢોર પકડવાની અને રાજમાર્ગો ઉપરથી દબાણો હટાવવાની કાર્યવાહી વધુ વેંગવંતી બનશે.

 

(3:08 pm IST)