Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

રૂા.ર૧ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને થયેલ એક વર્ષની સજા રદ કરી આરોપીને છોડી મુકતી સેસન્‍સ કોર્ટ

રાજકોટ તા.રર : રાજકોટ શહેરમાં ઇન્‍દ્રપ્રસ્‍થ, શેરી નં.૧, વિસ્‍તારમાં રહેતા હરેશ પરશોતમભાઇ મુંગલપરા વિરૂધ્‍ધ અતુલભાઇ ધરમશીભાઇ અણદાણી, રહે. પેડક રોડ, પાણીના ઘોડા પાસે, રાજકોટ વાળાએ રૂા.ર૧,૦૦,૦૦૦ ની રકમનો ચેક રીર્ટન થયા અંગેની ફરીયાદ રાજકોટના એડી.ચીફ જયુડી.મેજીની કોર્ટમાં દાખલ કરેલ જે ફરીયાદ ચાલી જતા આદલતે આરોપી હરેશ પરશોતમભાઇ  મુંગલપરાને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદ તથા રૂા. ર૧,૦૦.૦૦૦ નું વળતર ફરીયાદી અતુલભાઇ ધરમશીભાઇ અણદાણીને ચુકવવા જેમાં નિષ્‍ફળ ગયે વધુ ૬ માસની સાદી કેદની સજા ફરમાવતો હુકમ ફરમાવેલ જે હુકમથી નારાજ થઇ આરોપી હરેશ મૂંગલપરા દ્વારા એડી. સેસન્‍સની કોર્ટમાં અપીલ દાખલ કરેલ જે અપીલ ચાલી જતા સેસન્‍સ આદલતે આરોપીની અપીલ મંજુર કરી, નીચેની અદાલતના હુકમને રદ કરી, આરોપી હરેશ પરશોતમભાઇ મૂંગલપરાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હક્કીતએ પ્રકારે છે કે, ફરીયાદી એવા કેસ સાથે આવેલ કે, ફરીયાદી અતુલભાઇ ધરમશીભાઇ અણદાણીને આરોપી હરેશ પરશોતમભાઇ મુંગલપરા સાથે પરિચિત મિત્રતા હોય, આરોપીને નાણાની જરૂરીયાત ઉભી થતા આરોપીએ ફરીયાદી પાસેથી જુદા-જુદા સમયે, કટકે કટકે કુલ રૂા. ર૧,૦૦-૦૦૦ મેળવેલા જે રકમ ફરીયાદીએ મિત્રતાના નાતે આરોપીને હાથ ઉછીની આપેલ આ રકમની ફરીયાદીએ આરોપી પાસેથી માંગણી કરતા આરોપીએ ફરીયાદીને ઉપરોકત રકમનો, તેઓના ખાતાનો, તેઓની સહી વાળો ચેક નં.૦૯૧૧૪૮, તા.ર૯/૦૮/ર૦૧૭ વાળો ચેક આપેલ અને ચેક આપતી વખતે આરોપીએ ફરીયાદીને એવો પાકો વચન અને વિશ્વાસ આપેલ કે આ ચેક બેન્‍કમાં રજુ કર્યે ફરીયાદીને ચેક મુજબની રકમ મળી જશે. આરોપીએ આપેલ વચન, વિશ્વાસ પર આધાર રાખી ફરીયાદીએ સદરહુ ચેક તેઓની બેન્‍કમાં વટાવવા માટે રજુ કરતા જે ચેક તા.૧૮/૧૧/ર૦૧૭ ના રોજ ‘ફંડ ઇનસફીસીઅન્‍ટ'ના શેરી સાથે પરત ફરેલ જે અંગે ફરીયાદીએ આરોપીએ તેઓના વકીલ મારફત નોટીસ આપેલ જે આરોપીને બજી ગયેલ હોવા છતા આરોપીએ ચેક મુજબની રકમ ફરીયાદીને ચુકવેલ ના હોય ફરીયાદીએ નામદાર કોર્ટમાં આરોપી વિરૂધ્‍ધ ચેક રીર્ટન અંગેની ફરીયાદ દાખલ કરેલ હતી.

આ કામે ચીફજયુ.મેજી.શ્રીએ આરોપી હરેશ પરશોતમભાઇ મુંગલપરાને તકસીરવાન ટરાવી એક વર્ષની સાદી કેદ તથા રૂા.ર૧,૦૦,૦૦૦નું વળતર ફરીયાદી અતુલભાઇ ધરમશીભાઇ અણદાણીને ચુકવવા, જેમાં નિષ્‍ફળ ગયે વધુ ૬ માસની સાદી કેદની સજા ફરમાવતો હુકમ ફરમાવેલ જે હુકમથી નારાજ થઇ આરોપીએ રાજકોટના એડી.સેસન્‍સ જજની કોર્ટમાં અપીલ દાખલ કરેલ હતી.

આ અપીલના કામમાં આરોપી તરફે રજુ થયેલ લેખિત તેમજ મૌખિક દલીલો તેમજ રજુ થયેલ નામદાર સર્વોચ્‍ય અદાલતના ચુકાદાઓ વિગેરે ધ્‍યાને લઇ એડી.સેસન્‍સ અદાલત એવા મંતવ્‍ય પર આવેલ કે, આરોપી દ્વારા થયેલ ફરીયાદીની ઉલટ તપાસ તેમજ રેકર્ડ પર આવેલ પુરાવાઓ થકી આરોપી ફરીયાદીના કેસને ખંડિત કરતો પુરાવો રેકર્ડ પર લાવવામાં સફળ થયેલ છે. તેમજ રેકર્ડ પર આવેલ હકીકતો પરથી આરોપીનો બચાવ વધુ સંભવિત હોય, જે તમામ હકીકતોને ધ્‍યાને લઇ આરોપી દ્વારા લાવવામાં આવેલ અપીલ મંજુર કરી નીચેની અદાલતના હુકમને રદ કરી આરોપી હરેશ પરશોતમભાઇ મુંગલપરાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી વતી વકીલ તરીકે સમીર એચ.જોશી, ધર્મેન્‍દ્ર પી.ગઢવી તેમજ ભવદીપ આર.દવે રોકાયેલ હતા.

(3:09 pm IST)