Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

સગીરાના અપહરણ-પોકસોના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા. રરઃ સગીર વયની તરૂણીને ભગાડીને લઇ જનાર આરોપીને સ્પેશીયલપોસ્કો અદાલત દ્વારા જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.

રાજકોટ શહેરના કોઠારીયા શહેરમાં વિસ્તારમાં રહેતા અરજદાર/આરોપી આયુષ મુનાભાઇ બગથરીયા રહે. હુડકો કવાર્ટર નં. ર૦, કોઠારીયા મેઇન રોડ, રાજકોટવાળાને રાજકોટ સ્પેશીયલ પોસ્કો કોર્ટ દ્વારા કાયમી જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કામના ફરીયાદીની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી સાંજના પાંચ વાગ્યાના આસપાસ તેના દિકરાને લઇને કુભારવાડામાં કામ સબબ મિત્રના ઘરે ગયેલ હતા તે અરસામાં ફરીયાદીની દિકરીનો ફરીયાદીના ફોન પર સાંજના સાત વાગ્યે ફોન આવેલ હતો ત્યારબાદ ફરીયાદી તેના ઘરે આવતા દરવાજા આગડીયો મારેલ હતો અને ઘર બંધ હતું. જેવો આગડીયો ખોલતા પોતાની દિકરી ઘરમાં હાજર ન હતી જેથી ફરીયાદીએ તેની પત્નિને ફોન કરીને પોતાની દિકરી ઘરે હાજર ન હતી તેની જાણ કરેલ હતી.

ત્યારબાદ ફરીયાદીએ આડોસ પાડોસમાં રહેતા સંદીપભાઇ બુધ્ધદેવ મને વાત કરેલ છે કે તમારી પુત્રી હુડકો કવાર્ટરમાં રહેતા આયુષ મુન્નાભાઇ બગથરીયા લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે લઇ ગયેલ હતા. જેથી ભકિતનગર પો. સ્ટે.માં અરજદાર/આરોપી ભકિતનગર પો. સ્ટે.માં આવેલ વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩પ૪(ક), પોકસ કલમ ૮, ૧૦ ગુન્હો નોંધી અરજદાર/આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી.

ઉપરોકત કામમાં અરજદાર/આરોપી દ્વારા તેના એડવોકેટની દલીલોને આગ્રહ રાખીને સુપ્રી. કોર્ટ તથા હાઇકોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખીને તેમજ સરકારી વકીલશ્રીની દલીલને ધ્યાને લઇને રાજકોટ સ્પે. પોસ્કો કોર્ટ દ્વારા ઉપરોકત આરોપીને રૂા. ૧પ હજારના જામીન ઉપર મુકત કરવામાં આવેલ હતા.

ઉપરોકત કામમાં અરજદાર/આરોપી વતી રાજકોટના એડવોકેટ નૈમીષ એલ. જોષી તથા મયુર એસ. જોષી રોકાયેલ હતા.

(3:10 pm IST)