Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ખોડલધામ ઇસ્‍ટઝોન રાસોત્‍સવઃ સર્વજ્ઞાતિની બહેનો માટે આયોજન

રાસોત્‍સવ માટે ૧ કરોડનો વીમો, ૨૫૦ સ્‍વયંસેવકોની ટીમ સેવા આપશેઃમેદાનમાં ભાઇઓને નો એન્‍ટ્રી, સિકયુરીટીની વ્‍યવસ્‍થા પણ બહેનો જ સંભાળશે, મેડીકલની ટીમ પણ ખડપગે

રાજકોટઃ તા.૨૬ સપ્‍ટેમ્‍બરથી નવરાત્રિ મહોત્‍સવનો પ્રારંભ થઇ રહયો છે ત્‍યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વે સમાજની બહેનો પારિવારિક માહોલમાં ગરબે રમીને આદ્યશકિતની આરાધના કરી શકે તે માટે શ્રીખોડલધામ ટ્રસ્‍ટ કાગવડ દ્વારા રાજકોટ શહેરમાં ઇસ્‍ટઝોનમાં નવરાત્રિ મહોત્‍સવનું ભવ્‍યાતિભવ્‍ય આયોજન કરાયું છે.

શ્રીખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ચેરમેન શ્રીનરેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના ઇસ્‍ટઝોનમાં નવરાત્રિ મહોત્‍સવનું સુંદર અને જાજરમાન આયોજન કરવામાં આવ્‍યુ છે. અદ્યતન સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ, વિશાળ મેદાન, લાઇટીંગ, બહેનોની સંપૂર્ણ સુરક્ષા અને પારિવારિક માહોલમાં આ નવરાત્રિ મહોત્‍સવ યોજાશે. તા.૨૬ સપ્‍ટેમ્‍બરથી ૫ ઓકટોબર સુધી યોજાનાર આ નવરાત્રિ મહોત્‍સવમાં સુપ્રસિધ્‍ધ ગાયક કલાકારો રાસ-ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ગરબે રમાડશે.

ઈસ્‍ટ ઝોન-રાજકોટમાં ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનો-દીકરીઓ પારિવારિક માહોલમાં સુરક્ષિત રીતે ગરબે રમી શકે તે માટે સિકયુરીટી સીસીટીવી કેમેરા, વિશાળ પાર્કિગ ઉપરાંત સ્‍વયંસેવકોની પણ મોટી સંખ્‍યામાં વ્‍યવસ્‍થા કરાઇ છે.

ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ ઇસ્‍ટ ઝોન દ્વારા શ્રીરણછોડદાસબાપુ આશ્રમના વડા, સિદ્ધિ વિનાયકપાર્કની સામે, કુવાડવા રોડ ખાતે આયોજીત રાસોત્‍સવમાં ગાયકો તરીકે દાંડીયા કવીન યોગીતા પટેલ, વર્સેટાઇલ પ્‍લેબેક સિંગર નીરવ રાયચુરા, શ્રુતિ પટેલ, ગૌરવ પરમાર(ન્‍યુ રીધમ ઓરકેસ્‍ટ્રા ) અને એન્‍કર તરીકે આરજે વિનોદ જોડાશે.

પાસ મેળવવા માટે અમૃત હાઇટ્‍સ, ૫૦ ફુટ ડી-માર્ટરોડ, સમર્પણ પાર્ટી પ્‍લોટ પાસે, કુવાડવા રોડ, રાજકોટ ખાતે મો.નં.૯૮૨૪૪ ૩૭૯૩૨, ૯૮૨૫૫ ૦૦૪૯૦, ૯૮૭૯૫ ૧૧૫૦૧ ઉપર સંપર્ક કરવો

મુખ્‍ય આયોજક કમિટિના સર્વશ્રી ભરતભાઇ પીપળીયા-કન્‍વીનર, પરેશભાઇ લીંબાસીયા-કન્‍વીનર, બાબુભાઇ ટોપીયા-કન્‍વીનર, તુષારભાઇ નંદાણી સહકન્‍વીનર, અમિતભાઇ અણદાણી સહ કન્‍વીનર, વિમલ મુંગરા-સહ કન્‍વીનર, વિશાલ રામાણી-સહ કન્‍વીનર, હાર્દિક રાબડીયા-સહકન્‍વીનર, પરસોતમ લીંબાસીયા-સહ કન્‍વીનર, મિલન લીંબાસીયા-સહ કન્‍વીનર, અશ્વિનભાઇ મોણીયા-સહકન્‍વીનર, મુકેશભાઇ રાદડીયા-સહ કન્‍વીનર, મનસુખભાઇ પીપળીયા સહ-કન્‍વીનર, નિલાંગભાઇ ઢોલરીયા સહ-કન્‍વીનર, સુખદેવ પટેલ સહ-કન્‍વીનર, પ્રવિણભાઇ લીંબાસીયા સહ-કન્‍વીનર, પરસોતમભાઇ સાવકીયા તેમજ ૨૫૦ સ્‍વયંસેવકોની ટીમ જહેમત ઉઠાવી રહી છે.(તસ્‍વીરઃસંદીપ બગથરીયા)

(3:11 pm IST)