Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

વિજ્ઞાન જાથા નિર્મિત ટેલીફિલ્‍મ ‘‘તાંત્રીક બાબા હુઆ બેનકાબ''નું કાલે ડી.જી.પી.અનિલ પ્રથમના હસ્‍તે લોન્‍ચીંગ

જાથાએ કરેલ પર્દાફાશ ક્રમશઃ ૯૯ એપિસોડમાં રજુ થશેઃ ઉગતા કલાકારોને તક

રાજકોટ તા.રર : ભારત જન વિજ્ઞાન જાથાએ સોશ્‍યલ મિડીયાની મદદથી લોકોમં જાગૃતિ આવે અંધશ્રદ્ધાને ફગાવવા માટે યુટયુબ ઉપર શોર્ટ રેલી ફિલ્‍મમાં સત્‍ય ઘટના આધારીત કથાવસ્‍તુ રાખી ‘તાંત્રીક બાબા હુઆ બેનકાબ'નું લોન્‍ચીંગ સાથે ભાગ લીધેલા તમામ કલાકારોનો સન્‍માન સમારોહ તા.ર૪ના શનિવારે સાંજે૭ કલાકે ગીરીરાજ રેસ્‍ટોરન્‍ટ, તાલુકા પોલીસ સ્‍ટેશનની બાજુમાં, કાલાવડ રોડ ખાતે પાર્ટી હોલમાં રાજકોટ ખાતે યોજેલ છે.

રાજયના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ અનિલ પ્રથમ આઇ.પી.એસ.ડી.જી.પીના હસ્‍તે ટેલી ફિલ્‍મનો ઉદઘાટન સમારોહ સાથે યુટયુબ ઉપર લાઇવ લોન્‍ચીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં જાથાના આમંત્રીતો હાજર રહે.

જાથાએ કરેલ પર્દાફાશમાંથી સર્વશ્રેષ્‍ઠની પસંદગી કરી આગામી ૯૯ એપિસોડ સત્‍ય ઘટના આધારીત કથાવસ્‍તુ મુકવામાં આવશે. જેમાં ઉગતા કલાકારોને તક આપવામાં આવશે. શાળા-મહાશાળામાં સ્‍પર્ધાઓ નાટય ક્ષત્રે કામગીરીને અગ્રતા આપી ટેલી ફિલ્‍મમાં પ્રવેશ આપવામાં આવશે.

રાજયના ડી.જી.પી.અનિલ પ્રથમ સોશ્‍યલ મીડીયા દ્વારા વૈજ્ઞાનિક માનસ, મીજાજ, વલણ સાથે અંધશ્રધ્‍ધાંમાંથી બહાર નીકળવા માટેની ઉપયોગી માહિતી પ્રવચન દ્વારા અપાશે.

તાંત્રીક બાબા હુઆ બેનકાબ વેબ સીરીઝમાં ઉત્‍કૃષ્‍ઠ કલાકાર તરીકે ‘બા'ની ભૂમિકામાં ચંદ્રિકા ચંદ્રપાલ, વહુ નિઃસંતાન પાત્રમાં ભકિત જે. રાજગોર, નિલેશના પાત્રમાં કૌશિક શાહ, તાંત્રીક બાબા-ભુવાના પાત્રમાં મયંક કોટક, નમ્રતાબેન હસમુખભાઇ, ભાનુબેન ગોહિલ, હિના કોટક,ભુવાનો ચેલો અંકલેશ ગોહિલ, બાબાતે ગીરફતાર કરવા માટે પી. એસ. આઇ. ના પાત્રમાં ગુલાબસિંહ ચૌહાણ, નિર્મળ મૈત્રા, નિર્ભય જોશી, લેડી પોલસમાં રાધિકા ચીરાગભાઇ, કેમેરામેન વિપુલગીરી ગોસ્‍વામી, પ્રોડયુસર રોમિત વી.રાજદેવ, મુખ્‍ય પ્રસ્‍તુતકર્તા જાથાના જયંત પંડયા, સહયોગી કિશોર હાપલીયા, દિનેશ હુંબઇ વિગેરે શોર્ટ ટેલી ફિલ્‍મમાં આબેહુબ જોવા મળશે.

કાર્યક્રમની તૈયારી ઉપપ્રમુખ નાથાભાઇ પીપળીયા, સહમંત્રી પ્રમોદ પંડયા, હર્ષાબેન વકીલ, હરેશ ભટ્ટ એડવોકેટ, વિનુભાઇ ઉપાધ્‍યાય, રામભાઇ આહિર, મુકેશ રાઠોડ, મનસુખભાઇ મૂર્તિકાર, પ્રકાશ ગોહિલ, ભાવનાબેન વાઘેલા, રાજુભાઇ યાદવ, હકુભાઇ બસીયા, વિનોદભાઇ વામજા, ચોટીલાના અજય શાહ સહિત સદસ્‍યો કરી રહ્યા છે.

આમંત્રીતોએ ૬-૩૦ કલાકે ગીરીરાજ રેસ્‍ટોરેન્‍ટ ખાતે જાથાના આઇ કાર્ડ સાથે હાજર રહેવા અને વિશેષ માહીતી માટે મો.૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલની યાદીમાં જણાવાયું છે.

(3:12 pm IST)