Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

રાજકોટ મશીનરી ડીલર્સ એસો.ની સામાન્‍ય સભા : નવા હોદેદારો અને નિવૃત્ત થતા સભ્‍યોનું સન્‍માન

રાજકોટ મશીનરી ડીલર્સ એસો.ની એન્‍યુઅલ જનરલ મીટીંગ તાજેતરમાં મળી હતી. પ્રથમ ચરણમાં આગામી ત્રણ વર્ષ માટે બીનહરીફ હોદેદારો જાહેર કરવામાં આવેલ. જેમાં પ્રમુખ જયંતિભાઇ ટીલવા, ઉપપ્રમુખ મુકેશભાઇ વડગામા, માનદમંત્રી અશ્વિનભાઇ પટેલ, સહમંત્રી જીતુભાઇ મહેતા, ટ્રેઝરર પ્રકાશભાઇ કોરડીયાની સર્વસંમતિથી વરણી થતા શાલ ઓઢાડી પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માન કરાયુ હતુ. ત્‍યાર બાદ નિવૃત્તિ જાહેર કરનાર પૂર્વ પ્રમુખ મનસુખભાઇ પટેલ, પૂર્વ ઉપપ્રમુખ નટુભાઇ ટીંબડીયા, પૂર્વ ટ્રેઝરર નવનીતભાઇ કલ્‍યાણીની યશસ્‍વી કામગીરીને બીરદાવી તેઓને મોમેન્‍ટો, શીલ્‍ડ, શાલ, પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માન કરવામાં આવેલ. સાથે કારોબારી સભ્‍ય રાજુભાઇ ભાડલીયા, પ્રદીપભાઇ ટાંક, અરવિંદભાઇ સેજપાલનું પણ સન્‍માન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને યશસ્‍વી બનાવવા પ્રમુખ જયંતિભાઇ ટીલવા, ઉપપ્રમુખ મુકેશભાઇ વડગામા, માનદમંત્રી અશ્વિનભાઇ પટેલ, સહમંત્રી જીતુભાઇ મહેતા, ટ્રેઝરર પ્રકાશભાઇ કોરડીયા, કારોબારી સભ્‍ય મનુભાઇ ટીલવા, પિયુષયભાઇ પટેલ, વિપુલભાઇ કણસાગરા, રાકેશભાઇ રૂપારેલ, શરદભાઇ સેજપાલ, પ્રકાશભાઇ અંબાણી, પંકજભાઇ ઘેલાણી, સમીરભાઇ વોરા, જીજ્ઞેશભાઇ પરસાણીયાએ સેવા આપેલ.

(3:12 pm IST)