Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ખેતીની જમીન, ખુલ્લા પ્‍લોટ વગેરે મિલકતોનું પેઢીનામુ બનાવવાની જવાબદારી તલાટીની

પેઢી આંબા તૈયાર કરવા અંગે સરકારનો પરિપત્ર

રાજકોટ તા. ૨૨ : રાજ્‍યના મહેસુલ વિભાગ દ્વારા તા. ૨૦ સપ્‍ટેમ્‍બરે પેઢીનામુ તૈયાર કરવા અંગે માર્ગદર્શક પરિપત્ર તૈયાર કરવામાં આવ્‍યો છે.
પરિપત્રમાં જણાવાયું છે કે, ખેતીની જમીન તથા બિનખેતીની જમીન (ખુલ્લા પ્‍લોટ) ઉપરાંત ગ્રામ્‍ય વિસ્‍તારમાં તથા શહેરી વિસ્‍તારમાં પરંતુ સીટી સર્વે દાખલ થયેલ ન હોય તેવા વિસ્‍તારમાં આવેલ મકાનો, ફલેટ, એપાર્ટમેન્‍ટ, વાણિજ્‍ય દુકાનો, ઓફિસો જેવી તમામ સ્‍થાવર મિલકતો (ઇમલા સહિતની મિલકતો) બાબતે પણ સબંધિત તલાટી કમ મંત્રી - સીટી - કસ્‍બા તલાટીએ પેઢીનામુ બનાવી આપવાનું રહેશે. જે વ્‍યકિતનું અવસાન રહેણાંકના સ્‍થળ અથવા વતનના સ્‍થળ સિવાયના સ્‍થળે થાય તો તેવા કિસ્‍સામાં પણ જે તે વ્‍યકિતનું પેઢીનામુ તેના સ્‍થાયી રહેઠાંણના સ્‍થળ અથવા વતનના સ્‍થળના તલાટીએ કરવાનું રહેશે. અરજદારને વતન કે રહેણાંકના સ્‍થળના તલાટીને અરજી કરવાનો વિકલ્‍પ ઉપલબ્‍ધ રહેશે. અરજદાર દ્વારા જે સંબંધિત તલાટીને અરજી કરવામાં આવે, તે તલાટીએ આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે. તા. ૧૪-૫-૨૦૧૪ના પરિપત્રમાં જ્‍યા સોગંદનામા શબ્‍દનો ઉલ્લેખ છે તેના બદલે સ્‍વ-ઘોષણા ધ્‍યાને લેવાની રહેશે.

 

(3:13 pm IST)