Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

કાલાવડ રોડ મોટેલ ધ વીલેજ પાસે ટ્રક પલ્‍ટી ખાઇ જતા ટ્રાફિકજામ

રાજકોટ : કાલાવડ રોડ પર આવેલી મોટેલ ધ વીલેજ પાસે વહેલી સવારે લોખંડના પાઇપ એક ટ્રક અચાનક પલ્‍ટી ખાઇ ગયો હતો. લોખંડના પાઇપ રોડ પર વીખેરાઇ જતા ટ્રાફિકજામ થઇ ગયો હતો. બાદ કોઇએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્‍ચાર્જે તાલુકા પોલીસ અને ટ્રાફિક પોલીસને જાણ કરતા પોલીસે સ્‍થળ પર પહોંચી ટ્રકને સાઇડમાં લેવડાવી ટ્રાફિક કલીયર કરાવ્‍યો હતો. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 

(3:14 pm IST)