Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો કેજી થી પીજી સુધીનું શિક્ષણ નિઃશુલ્ક : એનએસયુઆઈ

રાજકોટઃ એનએસયુઆઈના નેશનલ સેક્રેટરી શ્રી લોકેશ ચૂઘ દ્વારા કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ દ્વારા પાંચ મુદ્દાઓની વિદ્યાર્થીલક્ષી જાહેરાત કરવામાં આવી હતી.ગુજરાતમાં વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવું ખુબ જ મોંઘુ થતું હોય અને ભાજપના ૨૭ વર્ષના શાસનમાં શિક્ષણનું વ્યાપારીકરણ કરી નાખ્યું હોય તેવા સંજોગોમાં કોંગ્રેસ દ્વારા કેજીથી લઈ પીજી સુધીનું શિક્ષણ નિઃશુલ્ક કરવાનું વચન અને ૧૦ લાખ નવી નોકરીઓની તકો ઊભી કરવામાં આવશે અને સરકારી નોકરીઓમાં કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવામાં આવશે. તેમજ બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. તેમ યાદીમાં જણાવેલ. ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની ફી નિઃશુલ્ક અને અને ટ્રાન્સપોર્ટસન પણ નિઃશુલ્ક કરી દેવામાં આવશે. તેમ અંતમાં જણાવાયેલ.તસ્વીરમાં રાજદીપસિંહ જાડેજા, પાર્થ બગડા (પ્રદેશ મંત્રી), અભીરાજ તલાટીંયા (પ્રદેશ મહામંત્રી), અંતિક સુંદરવા (પ્રદેશ મંત્રી), મિત બાગળીયા (પ્રદેશ મંત્રી), બ્રિજરાજસિંહ રાણા, રાઠોડ ધ્રુમીલ, દશરાજસિંહ જાડેજા, આર્યન કનેરીયા, રવી જીત્યા અને હરપાલસિંહ જાડેજા નજરે પડે છે.

(3:14 pm IST)