Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

શિક્ષણ સમિતિ દ્વારા ગ્રીન બોર્ડ ખરીદવા ટેન્‍ડર : સનમાઇકા મુદ્દે વિવાદનો વર્તારો

ગ્રીન બોર્ડ (ચોક) અંગે શિક્ષણાધિકારીને પત્ર પાઠવી યોગ્‍ય કરવા રજૂઆત

રાજકોટ તા. ૨૩ : શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિવાદ સમવાનું નામ નથી લેતો. હાલમાં જ શિક્ષણ સમિતિની શાળાઓ માટે વિવિધ જરૂરીયાતો માટેનું ટેન્‍ડર બહાર પાડવામાં આવેલ. જેમાં ગ્રીન બોર્ડ, પ્રશ્નપત્રો, ઉત્તરવહીઓ, ઓફિસ સ્‍ટેશનરી તથા શાળા માટેની સ્‍ટેશનરી અંગે ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવેલ.
ટેન્‍ડરમાં માંગવામાં આવેલ ગ્રીન બોર્ડ અંગે એક જાગૃત નાગરિકે શિક્ષણાધિકારીને પત્ર લખી પ્રશ્નો ઉઠાવ્‍યા છે. જેમાં ઘણી બધી વસ્‍તુઓ શંકાસ્‍પદ હોવાનું જણાવી લેખીતમાં જવાબ આપવાની પણ માંગ કરવામાં આવી છે.
પત્રમાં જણાવ્‍યા મુજબ પ્રથમ તો સનમાઇકાએ ફર્નીચર માટે છે બોર્ડમાં તેનો ઉપયોગ લાંબા સમય માટે આ વાસ્‍તવિક છે કારણ કે તેના ઉપયોગથી ચોકનો ભુક્કો વધારે થાય એટલે ચોક પણ વધારે વપરાય તથા તેનું ડસ્‍ટીંગ શીક્ષક તથા વિદ્યાર્થી બંનેના સ્‍વાસ્‍થ્‍ય માટે હાનીકારક છે. ઉપરાંત સનમાઇકાના સરફેસ ઉપર નાના - નાના ડોટસ હોય છે જેને ચોકથી લખવાના હીસાબે ધસારો પહોંચે છે તે ખૂબ જ ઓછા સમયમાં ઘસાઇ જાય છે તેથી ચોક સ્‍લીપ થઇ જાય અને લખી શકાતું નથી.
સનમાઇકાનો પોતાનો મૂળ ગુણ ગ્‍લોસી સરફેસ હોય છે જેના હીસાબે અમુક ખૂણેથી સૂર્યપ્રકાશ કે લાઇટના રીફલેકશનના હીસાબે બાળકોને બોર્ડ પરનું લખાણ સ્‍પષ્‍ટ રીતે જોઇ શકાતું નથી. સનમાઇકાની પાછળ પારટીકલ બોર્ડનું ટેન્‍ડરમાં જણાવ્‍યા મુજબ તેના હીસાબે બોર્ડ ઉપર કોઇ પણ પ્રકારના નાના - મોટા ઓજારો થકી નુકસાન થવાની શક્‍યતાઓ ખૂબ જ રહેલી છે.(

 

(3:16 pm IST)