Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

વોર્ડ નં. ૧ માં રૂ.૭૮ લાખના વિકાસ કામો મંજુર

સ્‍ટેન્‍ડીંગનો આભાર વ્‍યકત કરતા કોર્પોરેટરો મોરઝરીયા, ખીમાણીયા, જાડેજા, બાબરીયા

રાજકોટ તા. ૨૨ : વોર્ડ નં. ૧ ના જુદા જુદા વિસ્‍તારોના વિકાસ કામો માટે રૂ.૭૮.૬ લાખ મંજુર કરવામાં આવતા વોર્ડ કોર્પોરેટરો ડો. અલ્‍પેશભાઇ મોરજરીયા, દુર્ગાબા જાડેજા, ભાનુબેન બાબરીયા, હિરેનભાઇ ખીમાણીયાએ સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન પુષ્‍કરભાઇ પટેલનો આભાર વ્‍યકત કરેલ છે.

એક સંયુકત યાદીમાં જણાવ્‍યા મુજબ વોર્ડ નં. ૧ માં શાષાીનગર શેરી નં. ૯,૧૦ અને ૨૦ માં, રામેશ્વર પાર્ક, રવિરાંદલ પાર્ક, અમૃત પાર્ક, પેવીંગ બ્‍લોકના કામો આગળ વધારવામાં આવશે. આ કામો માટે જે તે વિસ્‍તારના લોકોની માંગણી સંતોષાતા રાહતની લાગણી પ્રસરી છે.

(3:31 pm IST)