Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

રવિવારે વેલકમ નવરાત્રી- પ્રજાપતિ સમાજના રાસોત્‍સવ

૪ હજાર ખેલૈયાઓ રાસે રમશે, સજજડ સિકયુરીટી, વિજેતાઓને ઈનામો

રાજકોટઃ જેમ જેમ નવરાત્રી નજીક આવે તેમ તેમ રાજકોટના ખેલૈયાઓમાં ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. ત્‍યારે હિન્‍દુ સંસ્‍કૃતિની ભારતીય પરંપરાના માં આદ્યશકિતના આરાધનાના તહેવાર સમા નવરાત્રીમાં રાજકોટના પ્રજાપતિ સમાજના રાસ રસીયા ખેલૈયાઓ માટે સતત ચોથા વર્ષે કંઈક નવું જ આપવાના હેતુસર પ્રજાપતિ રાસોત્‍સવ ૨૦૨૨નું જાજરમાન આયોજન તા.૨૫ રવિવારે સાંજે ૮:૩૦ વાગ્‍યાથી શરૂ થશે.

લીયો લાયન્‍સ ગ્રાઉન્‍ડ અમિન માર્ગ કોર્નર, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર વિશાળ પટાંગણમાં ચુસ્‍ત બાઉન્‍સર સિકયુરિટી અને આખા ગ્રાઉન્‍ડમાં સીસીટીવી કેમેરાની વ્‍યવસ્‍થા વચ્‍ચે ૪ હજારથી વધુ ખેલૈયાઓ રમી શકે અને ૧ હજારથી વધુ લોકો નિહાળી શકે તેમજ વી.વી.આઈ.પી. બેઠક વ્‍યવસ્‍થા. સુંદર મંડપ ડેકોરેશન કરવામાં   આવ્‍યું છે. કંઈક નવું જ આપવાના ભાગરૂપે ગ્રાઉન્‍ડમાં ૧૦૦થી વધુ લાઈટોનું ડેકોરેશન  કરી રાત્રીના પણ દિવસ જેવું  વાતાવરણ કરી દેવામાં આવશે.  વરસાદી વાતાવરણને પહોંચી વળવા આખા ગ્રાઉન્‍ડમાં પ્‍લાસ્‍ટીકની સાથે જાજમ પાથરવામાં આવશે.

મુંબઈનું પ્રખ્‍યાત ઓરકેસ્‍ટ્રા ગ્રુપ અને સિંગર શબ્‍બીર દેખેયાં, હર્ષા ગઢવી, તરૂણ પંડયા પોતાના મધુર અવાજના સંગાથે ખેલૈયાઓને સંગીતના તાલે ઝુમાવશે. ગ્રાઉન્‍ડમાં ખેલૈયાઓમાં ઉત્‍સાહ વધારવા માટે ૧ લાખ વોટની સાઉન્‍ડ સિસ્‍ટમ અને ફાયર એન્‍ડ વોટર ડ્રમની વ્‍યવસ્‍થા કરેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજેશ સવનીયા, પ્રફુલ કુકડીયા, વિજય ગોહેલ, દિલીપ છાંયા, રાજેન જાદવ, અરવિંદ ગોહેલ, શૈલેષ ટાંક, કેતન નેના,  વિમલ પાનખણીયા, મહેશ ભરડવા, ભાવેશ ગઢવાણા, દિપક લાડવા, સંજય ગાધેરા, બ્રિજેશ નેના, પ્રવિણ કોરિયા, પાર્થ નેના, જયકર ગોહેલ, વિનોદ ભરડવા, સંજય ગઢિયા, પંકજ નેના, જયેશ માલવિયા, જગદીશ મજેવડીયા વગેરેએ  જહેમત ઉઠાવી રહ્યા છે.

પાસ મેળવવાના સ્‍થળ- (૧) એડ્રોઈટ કોર્પોરેશન ૨૧૯, કોસ્‍મો કોમ્‍પલેક્ષ, કાલાવડ રોડ, મહિલા કોલેજ ચોક મો.૭૨૦૩૦ ૧૦૧૦૧, (૨) એસ.જે. આઈટી સોલ્‍યુશન પ્રાઈવેટ લીમીટેડ, ૪૫૧, જાસલ કોમ્‍પ્‍લેક્ષ, નાણાવટી ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, મો.૯૩૭૬૫ ૮૯૨૮૮, (૩) શ્રી પ્રજાપતિ શરાફી સહકારી મંડળી લી. ચંદ્રેશનગર ચોક પાસે, આર્ય સ્‍કુલની સામે, ચંદ્રેશનગર મેઈન રોડ, મો.૮૫૧૧૦ ૦૫૫૫૦, (૪) કુંજ પ્‍લાયવુડ એન્‍ડ હાર્ડવેર, ‘બાદલ કોમ્‍પલેક્ષ', ઘંટાકર્ણ મંદિરની સામે, રૈયા સર્કલ, ૧૫૦ ફુટ રીંગ રોડ, મો.૯૯૭૮૮ ૭૩૦૭૪, (૫) શ્રી રામ પ્‍લાયવુડ એન્‍ડ હાર્ડવેર ઓમનગર બસ સ્‍ટોપ સામે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી પ્‍લોટ, મો.૭૫૬૭૩ ૩૪૨૩૫, (૬) તપસ્‍વી આર્ટ એન્‍ડ ક્રિએશન કારડિયા રાજપુતની વાડીની બાજુમાં, ૧૫૦ફૂટ રીંગ રોડ ટચ, મવડી ચોકડી મો.૮૨૩૮૭ ૮૮૧૮૮. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:39 pm IST)