Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ફ્રેન્‍ડસ કલબ દ્વારા સભ્‍યો માટે ફેમિલી રાસોત્‍સવ

સંતો-મહંતો હાજરી આપશે, વૃધ્‍ધાશ્રમના વડીલો, દિવ્‍યાંગ બાળકોને ઇનામો

રાજકોટઃ ફેન્‍ડસ કલબ રાજકોટ તથા ગૌશાંતિ કનૈયા ગૌશાળા ટ્રસ્‍ટ રાજકોટ અપડેટ ન્‍યુઝ દ્વારા ફેમીલી રાસોત્‍સવ ૨૦૨૨નું આયોજન કાઠીયાવાડી ડોટકોમ(ન્‍યુરીંગરોડ-૨, કાલાવડ રોડ, કોસ્‍મો સિનેમા પહેલા, મુંજકા)ખાતે કરવામાં આવ્‍યુ છે.

આ પ્રસંગે મુખ્‍મ મહેમાન શ્રીચોટીલાના ગાદીપતિ શુભાષગીરીબાપુ શ્રીદિંગબાજ શકિતપીઠના ગાદીપતિ શ્રીરજનીશગીરીબાપુ ચોટીલા દરબાર સાહેબ મહાવીરભાઇ ખાચર જગદિશભાઇ અકબરી જીમ્‍મીભાઇ અડવાણી દેવેન કુમાર ભાલોડીયા દિલીપભાઇ પટેલ ઉપસ્‍થિત રહેશે

આ રાસોત્‍સવનું આયોજન ફકત મેમ્‍બરો માટે વિનામૂલ્‍યે હોવાનું હોદેદારોએ જણાવેલ. આયોજનને સફળ બનાવવા કલબના ચેરમેન હિરેનભાઇ હાપલીયા, વાઇસ ચેરમેન પ્રકાશ રાવરાણી, પ્રમુખ વિપુલ રાઠોડ, ગજેન્‍દ્રસિંહ રાઠોડ ઉપપ્રમુખ સંદીપ લપતરીયા મંત્રી જંયતીભાઇ થાનકી મહામંત્રી ભરત પિત્રોડા સહમંત્રી સમીરભાઇ ખીરા સમીરભાઇ જાવીયા, પ્રવિણભાઇ ખુંટ, સમીરભાઇ જાવીયા, રાજેશભાઇ મહેતા મહીલા પ્રમુખ એન્‍જલબેન ગાંધી, ઉપપ્રમુખ આરતીબેન સોની, રેશમાબેન સોલંકી, લીનાબેન પારેખ, તૃપ્તીબેન મનિષાબેન સંપત, વૈશાલી આશર, હર્ષાબેન રાયચૂરા વિ. જહેમત ઉઠાવી રહયા છે.(તસ્‍વીરઃસંદીપ બગથરીયા)

(3:41 pm IST)