Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ઓસ્‍કાર એવોર્ડ માટે પસંદગી પામેલ ગુજરાતી ફિલ્‍મ ‘છેલ્લો શો' માં રાજકોટના અલ્‍પેશ ટાંકનો અભિનય

રાજકોટ તા. ૨૨ : તાજેતરમાં ગુજરાતી ફિલ્‍મ ‘છેલ્લો શો' ની ઓસ્‍કાર એવોર્ડ ૨૦૨૩ માટે પસંદગી થઇ છે. જેમાં રાજકોટના યુવા કલાકાર અલ્‍પેશ ટાંકે પણ અભિનયના ઓજસ પાથર્યા છે.

દેવ સાહેબનુ પાત્ર નિભાવતો અલ્‍પેશ કહે છે પાન નલીન સાહેબ સાથે  કામ કરવાની ખુબ મજા આવી હતી. મારા ભાગે આવેલ શુટીંગનું કામ અમરેલી અને ચલાલામાં થયુ હતુ. ક્રુમેમ્‍બરોનો પણ ખુબ સહયોગ મળ્‍યો હતો. મે સ્‍વ. સુરેશભાઇ રાવલ પાસેથી અભિનયની તાલીમ લીધી છે. તેનો નિચોડ આ ફિલ્‍મમાં મે રેડયો છે. દીલ દઇને કામ કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે અલ્‍પેશ ટાંક આકાશવાણી રાજકોટ કેન્‍દ્રમાં કેઝયુઅલ એનાઉન્‍સર તરીકે રહી ચુકયો છે અને ૫૦ જેટલા કાર્યક્રમો આપેલ છે. દસેક વર્ષથી અભિનયનું ક્ષેત્ર પણ અજમાવી રહ્યો છે. જેમાં ગુજરાતી, હિન્‍દી, ભોજપુરી ફિલ્‍મો ઉપરાંત અનેક સીરીયલો, આલ્‍બમો, સ્‍ટેજ નાટક, ડોકયુમેન્‍ટ્રીમાં પણ કામ કરેલ છે.

હાલ ઓસ્‍કાર માટે નોમીનેટ ગુજરાતી ફિલ્‍મ ‘છેલ્લો શો' માં અભિનય આપવા બદલ અલ્‍પેશ ટાંક (મો.૯૭૨૪૫ ૫૫૪૫૦) ને ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(3:42 pm IST)