Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

સોનમ ગરબાઃ નવરાત્રીમાં બહેનો માતાજીની આરાધના કરશે

એક પાટણ શહેરની નાર પદમણી.. આંખ નચાવતી ડાબી ને જમણી

રાજકોટઃ જૈન વિઝન આયોજિત સોનમ ગરબામાં રમવા માટે થનગની રહી છે. આ વર્ષે પણ ૧૫૦ ફુટ રીંગરોડ પર શીતલપાર્ક પાસે વિશાળ ગ્રાઉન્‍ડમાં આયોજીત સોનમ ગરબા ૨૦૨૨માં શહેરના તમામ જૈન પરિવારો આ આયોજન સાથે જોડાઇ રહયા છે.

જૈન વિઝનની મહિલા વિંગના સભ્‍યોએ જણાવ્‍યું હતુ કે, સોનમ ગરબા નવરાત્રી મહોત્‍સવમાં આ વર્ષે પણ નવા નવા આકર્ષણો ઉમેરવામાં આવ્‍યા છે. બહેનોને વિનામૂલ્‍યે સિઝન પાસ આપવામાં આવશે.

૧૫૦ ફુટ રીંગરોડ પર શીતલપાર્ક બસ સ્‍ટેન્‍ડ પાસે જનીશભાઇ અજમેરાની માલિકીના ૪ લાખ સ્‍કવેર ફુટના વિશાળ ધ કેપિટલ ગ્રાઉન્‍ડમાં દોઢ લાખ વોટની લાઇન એરે અધ્‍યતન સાઉન્‍ડ સિસ્‍ટમ, સુંદર લાઇટિંગ વ્‍યવસ્‍થા, પારિવારિક બેઠક વ્‍યવસ્‍થા, જૈન ફુડ ઝોન, ચુસ્‍ત સિકયુરીટી, સેલ્‍ફી ઝોન, સહિતના આકર્ષણો રાખવામાં આવ્‍યા છે. દર વર્ષથી જેમ આ વખતે પણ અનેક ઇનામો આપવામાં આવશે. નવી નવી કોમ્‍પીટીશન પણ યોજાશે અને એન્‍ટ્રી ટિકિટ ઉપર લકી ડ્રો પણ થશે.

જૈન વિઝન આયોજિત સોનમ ગરબા ૨૦૨૨નું આ વખતનું મુખ્‍ય આકર્ષણ યુ-ટયુબના સિંગર્સ છે. આ વખતે ગુજરાતના ગરબા કિંગ અતાખાન, અમદાવાદના ફોક સિંગર વિશાલ પંચાલ, ગરબા અને બોલીવુડ સિંગર રાજકોટના અશ્વિની મહેતા, મ્‍યૂઝિક એરેન્‍જર તરીકે ભાર્ગવ ચાંગેલા અને તેમની ટીમ તેમજ આર્ટિસ્‍ટ એરેન્‍જમેન્‍ટ તેજસ શીશાંગીયાની છે.

ગરબાના આ આયોજનની સફળતા માટે ટિમ જૈન વિઝન સમગ્ર ટીમના જય મહેતા, આશિષ દોશી, સુધીર પટેલ, કેતન વખારિયા, એડવોકેટ હિમાંશુ પારેખ વિશાલ મેહતા, કેતન સંઘવી, દીપ રામાણી હેમુ વખારિયા, શ્રીમતી મનીષાબેન શેઠ શ્રીમતી પાયલ ફુરીયા કૂ.ઋત્‍વી વોરા, શ્રીમતી મીનાબેન શાહ, શ્રીમતી રીટાબેન પાડલીયા દિપાબેન વોરા સહિતના સંભાળી રહ્યા છે.

તસ્‍વીરમાં જલ્‍પા પતીરા, હિમાબેન શાહ, મનીષાબેન શેઠ, વૈશાલી સંઘાણી, પાયલ ફુરીયા અને દિપાલીબેન વોરા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:43 pm IST)