Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

સોમવારથી શ્રીરણછોડદાસજી બાપુના આશ્રમે રામચરિત માનસ નવાહન પાઠનો પ્રારંભ

રાજકોટ તા.૨૨: સદગુરૂદેવ રણછોડદાસજીબાપુ દ્વારા સન ૧૯૪૬માં સ્‍થાપિત પ.પૂ.શ્રીરણછોડદાસજીબાપુ આશ્રમ ખાતે તેઓશ્રીની ઇચ્‍છા તથા આદેશથી વર્ષોથી જયાં શ્રીરામચરિતમાનસજી નવાહપાઠ થાય છે. તે પવિત્રભુમિમાં ભારતભરમાંથી પધારેલા ૫૦૦ સંત ભગવાનની આસો માસમાં શ્રીરામચરિતમાનસજીનાં પાઠનું આસો સુદ-૧થી આસો સુદ-૯, તા.૨૬/૯/૨૦૨૨ સોમવારથી તા.૦૪/૧૦/૨૦૨૨ મંગળવાર સુધી આયોજન કરવામાં આવેલ છે. શ્રીરામચરિતમાસનજીનાં સંગીતમૈયી શૈલીમાં પાઠ વિદ્વાન, રામાયણી શ્રીપ્રભુદાસજી અગિ્નહોત્રી કરાવશે.

શ્રીરામનવાહપાઠનો પ્રારંભ, શ્રીનીજમંદિર હોલમાં તા.૨૬ના થશે તા.૨૭ના મંગળવારે શ્રીરામજન્‍મોત્‍સવ સવારે ૧૦.૧૫ વાગ્‍યે, તા.૨૮ના બુધવારે શ્રીરામવિવાહ સવારે ૧૧.૧૫ કલાકે, તા.૪ના મંગળવારે શ્રીરામરાજયાભિષેક, સવારે ૮.૪૫ કલાકે ઉજવાશે

શ્રીરામચરિત માનસજીનાં પાઠ નિમિતે ભારતભરમાંથી અસંખ્‍ય સંત ભગવાન ઉપસ્‍થિત રહે છે, તેમનાં અલભ્‍ય દર્શનનો લાભ લેવા સવારે ૭થી ૮ બાલભોગ દર્શન તથા બપોરે ૧થી ૨ ભંડારા દર્શન તથા સંત ભગવાનનું બ્‍યાવરૂ ભોજન રાત્રે ૮ વાગ્‍યે વિગેરે દર્શનનો અમૂલ્‍ય લાભ લેવા સદગુરૂ સદન ટ્રસ્‍ટ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. શ્રીરામચરિતમાનસ પાઠમાં ઉપસ્‍થિત રહી પાઠ કરતા સર્વધર્મપ્રેમીભાઇ-બહેનોને ભંડારાનો પ્રસાદ અવશ્‍ય ગ્રહણ કરવા અનુરોધ કરાયો છે.

(4:21 pm IST)