Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

સરપદડમાં રવિવારે ઓશો ધ્‍યાન શિબિર

સ્‍વામી જીનસ્‍વરૂપ સરસ્‍વતીનું સંચાલનઃ નિઃશુલ્‍ક આયોજન

રાજકોટ, તા.૨૨: આગામી તા.૨૫ના રવિવારે પડધરી તાલુકાના સરપદડ ગામે મણીલાલ કપુરીયાની વાડી ‘વન વિહાર' ઉપરમાં આનંદ એકાંતા (શ્રીમતી જસવંતી આર. આહયા) તરફથી એક દિવસીય ઓશો ધ્‍યાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરનું સંચાલન સ્‍વામી જીનસ્‍વરૂપ સરસ્‍વતી (આર.જે.આહયા મો.૯૪૨૮૨૦૨૨૫૫) કરશે. શિબિર નિઃશુલ્‍ક રાખવામાં આવેલ છે. જે કોઇ ઓશો સન્‍યાસી પ્રેમી મોબાઇલ નંબર પર જાણ કરી જોડાઇ શકશે.
ઉલ્લેખનીય છે કે સ્‍વામી જીનસ્‍વરૂપ સરસ્‍વતી (આર.જે.આહયા) એ ઓશો પાસેથી સન્‍યાસ લીધેલ છે. તેઓ ૫૦ વર્ષથી સન્‍યાસી છે. તેઓને ઓશોએ શકિતપાત પણ આપેલ છે. હાલ નિવૃત જીવન ગાળે છે અને ઓશોના પ્રસાર અને પ્રચારના કાર્યમાં કાર્યરત છે.
મણીભાઇની વાડીએ જવા માટે માધાપર સર્કલથી જામનગર રોડ તરફ ૮ કી.મી. દુર ન્‍યારા ગામનુ પાટીયુ આવે છે ત્‍યાથી ૪ કી.મી. દુર ન્‍યારા પછી ખંભાળા આવે છે. ખંભાળા ગામથી જમણી બાજુએ સરપદડ તરફ જવાનો સિંગલ પટી રસ્‍તો આવે છે. આ સિંગલ પટી રસ્‍તા પર આશરે ૬ કી.મી. દુર મણીભાઇની વાડી આવેલ છે.
આ શીબીર સવારે ૯ વાગ્‍યે શરૂ કરીને સાંજે ૬ વાગ્‍યે પુર્ણ થશે આ શિબીરમાં ઓશોના વિવિધ ધ્‍યાન તેમજ સાધકોના પ્રશ્‍નોના જવાબ આપવામાં આવશે. સાંજે સન્‍યાસ ઉત્‍સવ રાખેલ છે. જેને સન્‍યાસ લેવો હોય તેને માળા અને સર્ટીફીકેટ વિના મુલ્‍યે આપવામાં આવશે.
વધુ વિગત માટે મણીલાલ કપુરીયા મો.૯૯૯૮૪૨૭૮૩૧ તથા જીતુભાઇ ચૌહાણ મો.૯૯૦૯૩૯૯૦૯૪ અથવા ધર્મેશભાઇ જોષી (કાનાભાઇ) મો.૯૪૨૯૪૮૪૨૮૪નો સંપર્ક કરવા જણાવાયુ છે.

 

(3:59 pm IST)