Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

એમ.વી.કલબ દ્વારા દશમાં વર્ષે રજવાડી રાસ મહોત્‍સવ

એકસાથે ૪ હજાર ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવશેઃ દરરોજ સ્‍પર્ધા, સજજડ સુરક્ષા

રાજકોટઃ અનોખું ગુજરાત અને એમાંય રાજકોટ એટલે કાંઈક  અલગ અને એમાં પણ નવરાત્રીમાં યુવાધન રાહ જોઈતું હોય ત્‍યારે છેલ્લા દસ વર્ષથી રાજકોટના બાલાજી હોલ પાછળ આવેલા ધોળકીયા સ્‍કૂલની સામે આવેલા વિશાળ પટાંગણમાં દર વર્ષની માફક આ વર્ષે એમ.વી.કલબ દ્વારા રજવાડી રાસ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.
તા.૨૬ સપ્‍ટે.થી ૪ ઓકટો. સુધી ચાલનારા આ નવરાત્રી મહોત્‍સવમાં વિશાળ ૪ હજાર ખેલૈયાઓ રમી શકે તેવા પ્‍લે એરીયા, સીસીટીવી કેમેરા, વિશાળ સ્‍ટેઝ, સવા લાખ વોટ લાઈન એરર સાઉન્‍ડ સીસ્‍ટમ ઈફેકટ સાથે ખેલૈયાઓ મન મૂકીને રાસ- ગરબાની રમઝટ બોલાવશે.
સમગ્ર ગ્રાઉન્‍ડમાં સોહામણા મંડપ અને લાઈટ ડેકોરેશનથી ગ્રાઉન્‍ડ ઝળહળી ઉઠશે. સિકયુરીટી બાઉન્‍સરના માધ્‍યમથી ચુસ્‍ત વ્‍યવસ્‍થા જાળવવામાં આવશે. આવનાર તમામ ખેલૈયાઓને રાજકોટ પોલીસની સૂચના અનુસાર મેટલ ડીટેકટથી ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે તેમજ તમામ સભ્‍યોના જરૂર પડે આધાર કાર્ડ તપાસવામાં આવશે.
આ નવરાત્રી મહોત્‍સવમાં સુરનો માણીગર રીયાઝ કુરેશી, ગોવિંદ ગઢવી, કંઠની કોયલ આરતી ભટ્ટ તેમજ જીલ એન્‍ટટાઈમેન્‍ટ પ્રેઝન્‍ટ ઈમરાન કાનીયા ટીમ ધૂમ મચાવશે. એંકર તરીકે સુરતની ઝલક જોશી સંચાલન કરશે. આ રજવાડી રાસ મહોત્‍સવમાં એ.પી. એસ. (ઓસ્‍ટેલીયન સોલાર સીસ્‍ટમ)નો સહકાર મળ્‍યો છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા ચેરમેન વિશાલ પટેલ, પ્રેસીડેન્‍ટ અમીત કમાણી, વા.ચેરમેન મોહિત વઘાસીયા, વા.પ્રેસીડેન્‍ટ હરી પ્રજાપતિ, કો- ઓડનેટર તરંગ રૂપાપરા, ગૌરવ પટેલ, આત્‍મન ગ્રુપના સંજયસિંહ ઝાલા, હિરેન પટેલ, વિરાજસિંહ ઝાલા તેમજ કમિટી મેમ્‍બર જીતેન જડીયા, રોશલ સગપરીયા, વસીમ ડાકોર, જયપાલ ચાવડા, હિરેન રોકડ, લેરીશ વીરપરીયા, હાર્દિક સખીયા, ભગીરથ ખાચર, ભાવેશ સોરઠીયા, નિકુંજ ટોપીયા, ચિરાગ ડોબરીયા, યશ વસોયા, ધવલ જાદવ, મુકેશ પ્રજાપતી, સુરેશ નસીત, વિમલ ખાત્રાણી, રાજ લીંબાસીયા, સાગર કીહોર, વિરાજ પટેલ, રાહુલ લીંબાણી, એજાજ ડાકોરા, રાજ પાગડા, આદિત્‍ય મકવાણા, નીખીલ સગપરીયા, જય બારોટ, રાહુલ જાવીયા, કાનજીભાઈ કાકડીયા, નિરવ વેકરીયા સહિતના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.
પાસ માટે એસ.એફ.૭૪ શ્રીમદ્દ ભવન, કાન્‍તા વિકાસ ગૃહની સામે, ઢેબર રોડ ખાતે સંપર્ક કરવા વિશાલ કે.પટેલ  મો.૯૮૭૯૭ ૧૨૭૬૮ની યાદીમાં જણાવાયું છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(4:02 pm IST)