Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા રવિવારે વેલકમ નવરાત્રી

ડીજેના સથવારે દાંડીયારાસની રમઝટ, સ્‍પર્ધા, ઇનામોની વણઝાર

રાજકોટઃ જેસીઆઇ રાજકોટ યુવા દર વર્ષની માફક આ વર્ષે પણ માઆધ્‍યશકિતના પર્વ એટલે કે નવરાત્રિને આવકારવા માટે આગામી તા.૨૫ સાંજે ૬ કલાકે એક દિવસીય વેલમક નવરાત્રી મહોત્‍સવ ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્‍યુ છે.

કટારીયા ચોકડીથી આગળ હોટલ કાઠીયાવાડ.કોમ ખાતે યોજાઇ રહેલા આ નવરાત્રિ મહોત્‍સવમાં જેસીઆઇ રાજકોટ યુવા પરિવારના સભ્‍યો તેમજ તમામ રાજકોટવાસીઓ ડીજેનાં સથવારે આ રાસોત્‍સવનો આનંદ લેશે. તમામ લોકો માટે ડીનરની વ્‍યવસ્‍થા પણ રાખેલ છે. દાંડીયારાસમાં ભાગ લેવા માટે રૂા.૩૦૦/-ફી રાખેલ છે.

આ કાર્યક્રમમાં ગરબા ડેકોરેશન, દાંડીયા ડેકોરેશન, દિયા ડેકોરેશન અને આરતી થાળી ડેકોરેશન સ્‍પર્ધા રાખેલ છે. આ સ્‍પર્ધામાં ભાગ લેવા માટે રૂા.૫૦/- રાખેલ છે. વિજેતાઓને ઇનામોથી નવાજાશે

આ નવરાત્રી મહોત્‍સવમાં ભાગ લેવા માટે તેમજ વધુ માહિતી માટે પ્રમુખ એચજીએફ નીશીત જીવરાજાનીનો ૯૪૨૯૨ ૩૦૨૫૭, ૭૩૫૯૯ ૭૫૭૫૭ ઉપર સંપર્ક કરવો.

તસ્‍વીરમાં નિશીત જીવરાજાની પ્રમુખ, કલ્‍પેશ રાડીયા ઉપપ્રમુખ અને ફીરોઝ કારીયા ઉપપ્રમુખ નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:02 pm IST)