Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

પ્રેમ મંદિર પાસે ગુમ થયેલ ડો. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ અને ખેતી મંડળીમાં થયેલ ગોટાળા અંગે તાકિદે તપાસ કરો

બંને મુદ્દા અંગે ન્‍યાય નહિં મળે તો મુખ્‍યમંત્રી-વડાપ્રધાનની ૩૦મીની સભામાં આત્‍મવિલોપની ચીમકી : મુખ્‍યમંત્રી-કલેકટરને પત્ર પાઠવતા માવજી રાખશીયાઃ મંત્રી-સચીવની તપાસ કમિટી નીમવા માંગણી

રાજકોટ તા. રરઃ સસ્‍તા અનાજના દુકાનદાર એસો.ના આગેવાન અને પોતાની દુકાન ધરાવતા-માવજીભાઇ રાખશીયાએ મુખ્‍યમંત્રી અને કલેકટરને પત્ર પાઠવી રજુઆતો કરતા જણાવેલ છે કે, રાજકોટ શહેરના પ્રેમ મંદિર પાસે ગુમ કરેલ ડો. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ અને એ જગ્‍યાના પીપીપી પ્રોજેકટના કૌભાંડ બાબતે તથા રાજકોટ તાલુકા અનુસુચિત જાતિ ખેતી મંડળીમાં મુળજી ચાવડા એ કરેલા દસ્‍તાવેજોના આધારે તેને તાત્‍કાલીક મંડળીમાંથી સસ્‍પેન્‍ડ કરવામાં આવે અને દલિતોની ખેતી મંડળીઓમાં ચાલતા જમીન કૌભાંડમાં જવાબદાર અધિકારીઓ તેમજ ખેતી મંડળીના પદાધીકારીઓની નિષ્‍ક્રીયતા અને અનિયમિતતા બાબતે યોગ્‍ય કાર્યવાહી કરવી તેમ માંગણી છે.
ઉપરોકત બન્‍ને મુદ્દાઓ તેમજ આ પત્રમાં આગળ આપેલા તમામ મુદ્દાઓમાં દલિત સમાજને ભારોભાર અન્‍યાય થયો છે તેના માટે આપ દ્વારા તાત્‍કાલીક તપાસ કમિટીની રચના કરવાની જાહેરાત કરવામાં આવે અને જેમાં સમાજ કલ્‍યાણ મંત્રી, મહેસુલ સચિવ, શહેરી વિકાસ સચિવ, અને એક નામ અમે જે આપીએ એમ કુલ ચાર લોકોની તપાસ કમિટી આ તમામ મુદ્દાઓની તપાસ કરી તાત્‍કાલીક અને ટૂંકી સમય મર્યાદામાં આપને અહેવાલ રજુ કરે અને આપ એ અહેવાલ ઉપર દિવસ બે માં જવાબદારો સામે તાત્‍કાલીક કાર્યવાહી કરો તેવી મારી માંગ છે. જો તાત્‍કાલીક આ તપાસ કમિટીની રચના કરવામાં નહીં આવે તો તા. ૩૦-૯-ર૦રર ના દિવસે મહિનાના અંતે ગુજરાતના મુખ્‍યમંત્રી જાહેર સભામાં અથવા વડાપ્રધાન જાહેર સભામાં આત્‍મવિલોપન કરવાની ફરજ પડશે.

 

(4:10 pm IST)