Gujarati News

Gujarati News

News of Thursday, 21st September 2023

રાજકોટમાં ખિલખિલાટ સેવાના કેપ્ટને દર્દીનો મોબાઈલ ફોન પરત કરીને પ્રામાણિકતા દાખવી

રાજકોટ:ગુજરાત સરકારની ખિલખિલાટ એમ્બ્યુલન્સ દ્વારા સગર્ભા અને ધાત્રી માતાને ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે સુરક્ષિત રીતે પહોંચાડવાની સેવા નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે. ત્યારે રાજકોટમાં ખિલખિલાટ સેવાના કેપ્ટને દર્દીને મોબાઈલ ફોન પરત કરીને પ્રામાણિકતા દાખવી હતી.

 રાજકોટ શહેરમાં ગત તા. ૧૬ના રોજ ખિલખિલાટ સેવા અંતર્ગત પદ્મકુંવરબા હોસ્પિટલ, ગુંદાવાડી લોકેશનના કેપ્ટન દિલીપભાઈ ઘેડ દર્દી  કમરુનીસા નિઝામુદ્દીન સિદ્દીકીને જંગલેશ્વર વિસ્તારમાં ઘરે મુકી પરત ફર્યા બાદ દિલીપભાઈ ખિલખિલાટ વાનની સાફ-સફાઈ કરતા હતા. ત્યારે વાનમાંથી અંદાજીત કિંમત રૂ. ૧૬ હજારનો મોબાઈલ મળી આવ્યો હતો. જેની જાણ તેમણે પદ્મકુંવરબા હોસ્પિટલના બેઝ કો-ઓર્ડીનેટર આશિષભાઈ પટેલને કરી હતી. મોબાઈલ ફોનની માલિકી અંગે તપાસ કરતા તે મોબાઈલ કમરુનીસા નિઝામુદ્દીન સિદ્દીકીનો હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી, આ મોબાઈલ ફોન સલામત રીતે તેમના પતિ  નિઝામુદ્દીન સિદ્દીકીને પરત કરી કેપ્ટને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમજ તેમણે કેપ્ટન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો

(1:12 am IST)