Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

ભારે ધુમ્મસના લીધે રાજકોટ થી મુંબઈ જતી ફલાઈટનું અમદાવાદ એરપોર્ટમાં લેન્ડીંગ

પાઈલોટે ફલાઈટ ૩૦ મિનિટ સુધી હવામાં ઉડાડયા બાદ પણ વિઝન ન મળ્યું

રાજકોટથી મુંબઈ જતી સ્પાઈસજેટની ફલાઈટને અમદાવાદના એરપોર્ટ પર ઉતારવામાં આવી છે. મળતી માહિતી મુજબ સ્પાઇસ જેટની ફલાઈટે રાજકોટ એરપોર્ટથી મુંબઈ માટે ટેકઓફ કરી હતી. પરંતુ ધુમ્મસમય વાતાવરણના કારણે પાઈલોટને પ્રોપર વિઝિબિલિટી ન મળતા મુંબઈ સુધી પહોંચવામાં તકલીફ પડી રહી હતી. પાયલોટે ફલાઈટ ૩૦ મિનિટ સુધી હવામાં ઉડાડયા બાદ પણ સરખું વિઝન ન મળતા આખરે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવ્યું હતું.

(11:44 am IST)