Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

ગાંજા સાથે પકડાયેલા જંગલેશ્વરના અબ્દુલ અને હનીફ ડીટેઇનઃ જેલહવાલે

નવા કાયદા હેઠળ કાર્યવાહી કરતા પોલીસ કમિશ્નર અગ્રવાલઃ ભકિતનગર પોલીસે વોરન્ટ બજવણી કરીઃ પોરબંદર અને અમદાવાદ જેલહવાલે કરાયા

રાજકોટ તા. ૨૩: ગાંજા સાથે પકડાયેલા જંગલેશ્વરના બે શખ્સો અબ્દુલ સુમારભાઇ જુણાચ (ઉ.વ. ૪૫-રહે. જંગલેશ્વર શેરી-૭ કાજલ પાનની પાછળ) તથા હનીફ ઉર્ફ ગની જુશબભાઇ લીગડીયા (ઉ.વ.૫૩ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ, રહે. જ ંગલેશ્વર ગાંધી સોસાયટી શેરી નં. ૧૮)ને નવા કાયદા હેઠળ ડિટેઇન કરી જેલહવાલે કરાયા છે.

ભકિતનગર પોલીસ સ્ટેશન  વિસ્તારમાં અગાઉ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડાયેલા આ શખ્સો વિરૂધ્ધ PIT NDPS કાયદા હેઠળ દરખાસ્તો તૈયાર કરીને મોકલવા પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે સુચના તેમજ માર્ગદર્શન આપતા  દરખાસ્ત તૈયાર કરી ડીજીપી ( સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ) સમક્ષ મોકલાતા તેમણે દરખાસ્ત મંજુર કરી આ કાયદાની કલમ-૩ હેઠળ બંનેને અટકાયતમા ં લેવા હુકમો કરી વોર ંટ ઇસ્યુ કરતાં અબ્દુલને પોરબંદર જેલમાં અને હનીફને અમદાવાદ જેલમાં ધકેલાયો છે.

આ કામગીરી ભકિતનગર પીઆઇ જે. ડી.ઝાલા, પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.વાય.રાવલ, હેડ કોન્સ. નિલેષભાઇ મકવાણા, ધનશ્યામભાઇ મેણીયા, કોન્સ.ભાવેશભાઇ મકવાણા, રણજીતસિ ંહ જાડેજા, હોમગાર્ડ હાર્દીક પીપળીયા તથા પી.સી.બી. શાખાના હે.કો. રાજુભાઇ દહેકવાલ, શૈલેષભાઇ રાવલ, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા, રાહુલગીરી ગૌસ્વામિ તથા CID CRIME ગા ંધીનગરના પો.કોન્સ. પારસભાઇ ટાંક, હિતેષભાઇ મેરીયા સહિતે કરી હતી.

(11:46 am IST)
  • કોરોના કેસોમાં, દેશમાં કેરળ અને મહારાષ્ટ્ર સતત ટોચ ઉપર : છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૭ હજાર આસપાસ અને મહારાષ્ટ્રમાં ૩૦૦૦ આસપાસ નવા કોરોના કેસ નોંધાયા : આસામમાં સૌથી ઓછા ૧૭, હિમાચલમાં ૪૧, ગોવામાં ૭૦, ઝારખંડ ૭૫, જમ્મુ અને કાશ્મીર ૮૮, ઉત્તરાખંડ ૧૧૦ કેસ નોંધાયા છે : ૪૫૧ નવા કેસ સાથે દેશભરમાં ગુજરાત છઠ્ઠા નંબરે access_time 11:33 am IST

  • નરેન્દ્રભાઇ બંગાળના પ્રવાસે : પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓને લઇ રાજકારણ ગરમાયું: આજે નરેન્દ્રભાઇ મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસેઃ કોલકત્તામાં પરાક્રમ દિવસની ઉજવણીમાં ભાગ લેશે access_time 12:52 pm IST

  • પંજાબના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : 50 હજાર મરઘીઓને મારી નાખવાનું અભિયાન આજ 22 જાન્યુઆરીથી શરૂ : પી.પી.ઈ.કીટ પહેરી જુદી જુદી ટીમો કામગીરી શરૂ કરી દેશે access_time 12:40 pm IST