Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

કોંગ્રેસના પીઢ આગેવાનોએ કેસરીયો ખેસ ધારણ કર્યો

સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે સર્વાંગી વિકાસ સાધતી ભાજપ સરકારની વિચારધારા સાથે યુવાનો અને આજની પેઢી જોડાઇ રહી છે. ત્યારે તાજેતરમાં કોંગ્રેસના પીઢ અગ્રણી લાભુભાઇ ખીમાણીયા (મો.૯૮૨૪૨ ૧૩૫૨૦), માસુમાબેન હેરભા, ઘનશ્યામભાઇ હેરભા (મો.૯૪૨૭૫ ૫૫૫૫૫), હીરેનભાઇ ખીમાણીયા, રામભાઇ હેરભા, દાનાભાઇ કુંગશીયા, નીલેશભાઇ હેરભાની આગેવાની હેઠળ અનેક કાર્યકર્તાઓ કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. આ તકે કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, અંજલીબેન રૂપાણી, જનકભાઇ કોટક, બીનાબેન આચાર્ય, પ્રતાપભાઇ કોટક, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ભાનુબેન બાબરીયા, નેહલ શુકલ, રાજુભાઇ ધ્રુવ સહીતના આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા.

(3:20 pm IST)
  • પંજાબના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : 50 હજાર મરઘીઓને મારી નાખવાનું અભિયાન આજ 22 જાન્યુઆરીથી શરૂ : પી.પી.ઈ.કીટ પહેરી જુદી જુદી ટીમો કામગીરી શરૂ કરી દેશે access_time 12:40 pm IST

  • હવે ઇંગ્લેન્ડમાં આશરો માગશે ભાગેડુ વિજય માલ્યા : ભારતમાંથી નાસી છુટેલ ઉદ્યોગપતિ, કિંગફિશરના વિજય માલ્યા ટૂંક સમયમાં ઇંગ્લેન્ડમાં શરણું માગવા અરજી કરશે તેવું જાણવા મળે છે access_time 12:54 pm IST

  • મે મહિનામાં યોજાશે કોગ્રેસ અધ્યક્ષની ચૂંટણી : સીડબલ્યુસીની બેઠકમાં લેવાયો નિર્ણય access_time 12:14 pm IST