Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

રાજકોટમાં ૧૫ સ્થળોએ વેકસીન આપવાનો પ્રારંભ : બપોર સુધીમાં ૫૪૬ને થયુ રસીકરણ

સ્ટર્લીંગ - સીનર્જી - પંચનાથ - કિડની સહિતની હોસ્પિટલોમાં સેન્ટરો શરૂ

આજે વિવિધ ખાનગી તથા ટ્રસ્ટની હોસ્પિટલોમાં કોરોના વેકસીન આપવાનો પ્રારંભ થયો તે પ્રસંગની તસ્વીરોમાં સીનર્જી હોસ્પિટલ ખાતે ડો. જયેશ ડોબરીયા અને તેમની ટીમ તથા પંચનાથ હોસ્પિટલ ખાતે ટ્રસ્ટી દેવાંગ માંકડ તથા તેમની ટીમ વેકસીનેશન માટે જહેમત ઉઠાવી રહેલા દર્શાય છે. તેઓની સાથે મ.ન.પા.ના નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ દર્શાય છે.

રાજકોટ તા. ૨૩ : આજથી શહેરમાં ખાનગી અને ટ્રસ્ટની હોસ્પિટલો સહિત ૧૫ સ્થળોએ વેકસીનેશન શરૂ થયું છે ત્યારે આજે બપોર સુધીમાં કુલ ૫૪૬ મેડિકલપર્સનને વેકસીન આપવામાં આવી હતી તેમ મ.ન.પા.ના આરોગ્ય વિભાગે જાહેર કર્યું હતું.

નોંધનિય છે કે, દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગત તા. ૧૬/૦૧/૨૦૨૧ ના રોજ સમગ્ર દેશમાં કોરોના લોન્ચ કરવામાં આવી હતી, ત્યારબાદ જુદાજુદા તબક્કા પ્રમાણે વેકસીનેસન ચાલી રહ્યું છે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા. ૨૩ના સવારે ૯.૦૦ વાગ્યાથી શહેરમાં પંદર (૧૫) સ્થળોએ વેકસીનેસન આપવામાં આવનાર છે.

જેમાં (૧) સિવિલ હોસ્પિટલ બુથ - ૧, (૨) સિવિલ હોસ્પિટલ બુથ - ૨, (૩) સિવિલ હોસ્પિટલ બુથ - ૩, (૪) પંચનાથ હોસ્પિટલ, (૫) જયનાથ હોસ્પિટલ, (૬) ગુરુકુલ હોસ્પિટલ, (૭) સીનર્જી હોસ્પિટલ, (૮) સ્ટર્લિંગ હોસ્પિટલ, (૯) વોકહાર્ડ હોસ્પિટલ, (૧૦) ગિરિરાજ હોસ્પિટલ, (૧૧) બી.ટી.સવાણી હોસ્પિટલ, (૧૨) કામદાર રાજય વીમા હોસ્પિટલ, (૧૩) ગોકુલ હોસ્પિટલ - કુવાડવા રોડ, (૧૪) પ્રણામી હોસ્પિટલ અને (૧૫) ગોકુલ હોસ્પિટલ - વિદ્યાનગર મેઈન રોડ વિગેરે સ્થળોનો સમાવેશ થાય છે. ઉપરોકત સ્થળોના ડોકટર્સ અને સ્ટાફને વેકસીનેસન આપવામાં આવી રહી છે.

(3:22 pm IST)