Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

કોરોના કેસમાં સતત વધારો

શહેરમાં બપોર સુધીમાં ૪૦૧ રિપોર્ટ પોઝિટિવઃ ગઇકાલે ૧૫૦૨ કેસ નોંધાયા

ગઇકાલે ૨૯૬ દર્દીઓઍ કોરોનાને હરાવ્યો : કુલ આંક ૫૨,૭૫૫ ઍ પહોîચ્યો : હાલ ૬૮૩૧ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૨ : શહેરમાં કોરોના કેસમાં સતત વધારો થતો જાય છે. છેલ્લા ચાર દિવસથી ૧ હજારને પાર આંક પહોંચ્‍યો છે. શહેરમાં ગઇકાલે એટલે કે ૨૧ જાન્‍યુઆરીના ૧૫૦૨ સૌથી વધુ કેસ નોંધાયા છે ત્‍યારે આજે બપોર સુધીમાં ૪૦૧ કેસ નોંધાયા છે.
મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં ૪૦૧ કેસ નોંધાયા છે. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૫૨,૭૫૫ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૫,૧૬૩ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૪૮૯૮ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૧૫૦૨ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩૦.૬૬ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૬,૨૭,૫૨૦ લોકોનાં  ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૫૨,૭૫૫ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૧૬ ટકા થયો છે. રિકવરી રેટ ૮૭.૧૦ ટકાએ પહોંચ્‍યો છે. ગઇકાલે ૨૯૬ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. હાલ ૬૮૩૧ દર્દીઓ સારવારમાં છે.


 

(2:36 pm IST)