Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

સોમવારથી સૌથી વધુ કોરોનાગ્રસ્‍ત વિસ્‍તારમાં મનપા કરશે ઘરે- ઘરે સર્વે

વેકસીનના બીજા ડોઝ માટે મેગા કેમ્‍પ યોજાશેઃ કોરોના મહામારી નાથવા તંત્ર દ્વારા કવાયત

રાજકોટ,તા.૨૨: મનપા દ્વારા શહેરનાં  જે વિસ્‍તારમાં વધુ કોરોના કેસ નોંધાયા હશે તે વિસ્‍તારમાં સોમવારથી ઘરે-ઘરે સર્વે હાથ ધરાશે અને  વેકસીનનો ખાસ મેગા કેમ્‍પ યોજવા મનપા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવશે. તેમ મ્‍યુ.કમિશ્નર અમિત અરોરાએ જણાવ્‍યુ હતુ.
કોરોનાના વધતા કેસોને પગલે મુખ્‍ય સચિવ પંકજકુમાર ગઇકાલે રાજકોટની મુલાકાતે હતા જયાં તેમણે રાજકોટ,મોરબી અને જામનગર શહેર અને જિલ્લાની કોરાની સ્‍થિતિ અંગે સમિક્ષા કરી હતી.પંકજકુમારે કહ્યું હતું કે કોરોનાના કેસ વધી રહ્યા છે તો શા માટે વધી રહ્યા છે અને તંત્રની તૈયારી કેવી છે, કેસ દ્યટાડવા માટે શું પગલા લેવા તેની સમીક્ષા કરવામાં આવી છે.મોટાભાગના લોકો હોમ આઇસોલેટ છે ત્‍યારે ધનવંતરી રથ અને સંજીવની રથ થકી તમામ લોકોનું નિયમીત ચેકિંગ થાય તે દિશામાં પગલાં લેવામાં આવશે.
 શહેરમાં કુલ કોરોના કેસમાં પヘમિ ઝોનમાં સૌથી વધારે કેસ છે. આ અંગે મહાનગરપાલિકા દ્રારા યોગ્‍ય પગલાં લેવામાં આવી રહ્યા છે.મનપા દ્રારા પશ્વિમ ઝોનમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવશે.જેના થકી જે લોકોને લક્ષણો હોય તેના ટેસ્‍ટીંગ કરવામાં આવશે અને રસીકરણ અભિયાનને પણ વેગ આપવામાં આવશે.

 

(3:41 pm IST)