Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

સોલાર સબસીડી મુદ્દાનો તાત્‍કાલીક નિકાલ કરો, નહિં તો તમામ નાના ઉદ્યોગકારો મતદાનથી અળગા રહેશેઃ ચિમકી

ગુજરાત સરકારે સ્‍મોલ સ્‍કેલ ડિસ્‍ટ્રીબ્‍યુટેડ સોલાર પ્રોજેકટ ૨૦૧૯ સ્‍કીમ થકી લોભામણી, લલચામણી જાહેરાતો (પોનઝી સ્‍કીમ) કરીને રોકાણકારોનાં કરોડો રૂપિયાં ઓળવી ગયાંનો અહેસાસઃ રોકાણકારોએ પ્રજા વચ્‍ચે જઈને ગામડે- ગામડે ગાંધી ચિંધ્‍યા માર્ગે સત્‍યાગ્રહ કરવાની શરૂઆત કરી દીધી : ૨૫૦૦ મેગાવોટ વીજળી પેદા કરવા માટે ૩૯૬૭ ઉદ્યોગ સાહસિકોએ ગુજરાત સરકાર સાથે કરાર કર્યા હતાઃ પત્રકાર પરીષદ યોજાઈ

રાજકોટ, તા.૨૨: ગુજરાત સરકારે જાહેરાત કર્યા પછી યુનિટદીઠ રૂ. ૨.૮૩ના ભાવે પાવર પરચેઝ એગ્રીમેન્‍ટ કરીને મૂડીની સબસિડી અને વ્‍યાજની સબસિડી આપવાની મનાઈ ફરમાવી દેતા સેંકડો નાના ઉદ્યોગકારોને હળાહળ અન્‍યાય કર્યો છે. સમગ્ર ગુજરાતનાં ૩૩ જીલ્લાઓમાં સોલાર તેમજ તેની સાથે જોડાયેલાં અન્‍ય તમામ નાનાં ઉધોગકારો (MSME), રોકાણકારો અને ખેડૂતો ગાંધી ચીંધ્‍યા માર્ગે સત્‍યાગ્રહના ભાગરૂપે ગુજરાતમાં આવનારી તમામ ઇલેક્‍શનમાં સબસીડીનાં મુદ્દાનો નિકાલ ન આવે ત્‍યાં સુધી મતદાન મથકે મત આપવાથી દુર રહેશે. ગુજરાત સરકારે SSDSP (સ્‍મોલ સ્‍કેલ ડિસ્‍ટ્રીબ્‍યુટેડ સોલાર પ્રોજેક્‍ટ) ૨૦૧૯ સ્‍કીમ થકી લોભામણી, લલચામણી જાહેરાતો (પોનઝી સ્‍કીમ) કરીને રોકાણકારોનાં કરોડો રૂપિયાં ઓવળી ગયાં હોય તેવો ગુજરાતની પ્રજાને અહેસાસ થઈ રહ્યો છે.
આ અંગે ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્‍ડસ્‍ટ્રીઝ ના પ્રમુખ કિશોરસિંહ ઝાલા, ઉપપ્રમુખ પંકજભાઇ પટેલ અને સેક્રેટરી પાર્થિવભાઈ દવેએ જણાવ્‍યું હતું કે, SSDSP-2019 યોજના હેઠળ, ગુજરાત સરકારના ઉર્જા વિભાગે તેની વિવિધ ડિસ્‍કોમ દ્વારા ૦.૫ થી ૪.૦૦ મેગાવોટ માટે વિવિધ સોલાર ઇલેક્‍ટ્રિસિટી ઉત્‍પાદકો, રોકાણકારો અને ખેડૂતો (પ્‍લ્‍પ્‍ચ્‍) સાથે ૪૦૦૦ ભ્‍ભ્‍ખ્‍ (પાવર પર્ચેઝ એગ્રીમેન્‍ટ્‍સ) કર્યા હતા. ઓક્‍ટોબર ૨૦૨૦ થી મે ૨૦૨૧ સુધીના ૭ થી ૮ મહિનાના સમયગાળા દરમિયાન (COVID-19ના કઠોર સમયમાં) આ PPA પર હસ્‍તાક્ષર કરવામાં આવ્‍યા હતા અને ૩૧મે, ૨૦૨૧ રોજ ઉક્‍ત ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, ૧.૫ મહિનાના સમયગાળામાં એટલે કે ૨૦ જુલાઈના રોજ ઉર્જા વિભાગે સબસિડી (મૂડી અને વ્‍યાજ) ચૂકવવાનો ઇનકાર કર્યો જે વાસ્‍તવમાં તેમના કાર્યક્ષેત્રમાં આવતું નહતું અને વાણિજય વિભાગને પત્ર જારી કર્યો કે SSDSP-2019 યોજનાને કોઈપણ પ્રકારની સબસિડી આપવામાં આવશે નહીં. આ સ્‍કિમ હેઠળ ગુજરાતમાં નાના રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા છે. લોકો આને ગુજરાત સરકારની પોન્‍ઝી સ્‍કીમ તરીકે માને છે અને નાના, મધ્‍યમ અને સૂક્ષ્મ ઉદ્યોગપતિઓ (MSMEs)ને બદલે માત્ર મોટા ખેલાડીઓ અને ઉત્‍પાદકોને જ પ્રોત્‍સાહન અપાય છે.
વધુમાં અગાઉ પરિપત્ર પાછો ખેંચી લેવાની માગણી સાથેના આવેદન પત્ર પણ ગુજરાતના તમામ જિલ્લામાં ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્‍ડસ્‍ટ્રીઝના હોદ્દેદારો દ્વારા કલેક્‍ટર્સને આપવામાં આવેલા છે. જેમાં બીજી ઓગસ્‍ટ ૨૦૨૧ના દિને લઘુ ઉદ્યોગ વિભાગ તરફથી એસએસડીપીએસ ૨૦૧૯ના અનુસંધાનમાં ઉપસચિવ ડી.કે. ભોઈની સહી સાથે કરવામાં આવેલા પરિપત્રને પાછો ખેંચી લેવાની માગણી પણ કરવામાં આવી છે. છતાં કંઇ પરિણામ ન આવતા વ્‍યાજ સબસિડી અને કેપિટલ સબસિડીને મુદ્દે રોકાણકારોએ પ્રજા વચ્‍ચે જઈને ગામડે-ગામડે ગાંધી ચિંધ્‍યા માર્ગે સત્‍યાગ્રહ કરવાની શરૂઆત કરી દીધી છે. આ સાથે જ ગુજરાતના દરેક જિલ્લામાં વાઈબ્રન્‍ટ સમિટનો વિરોધ કરવાનો પણ નિર્ણય કરાયો હતો અને હવે નાનાં ઉધોગકારો (MSME), રોકાણકારો અને ખેડૂતો ગુજરાતમાં આવનાર તમામ ચૂંટણીમાં સબસીડીનાં મુદ્દાનો નિકાલ ન આવે ત્‍યાં સુધી મતદાન મથકે મત આપવાથી દુર રહેશે.
ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે ગુજરાત સરકારે સોલાર પાવરના પ્રોજેક્‍ટ નાખવા માટેનું આમંત્રણ આપતા  મે ૨૦૨૧ સુધી તેમની સાથે પાવર પરચેઝ એગ્રીમેન્‍ટ પણ કર્યા હતા. ત્‍યારબાદ ૨૦મી જુલાઈએ જ એકાએક ઠરાવ બહાર પાડીને વીજળી ખરીદવા માટેના કરાર હેઠળ આપવા પાત્ર થતી સબસિડી આપવાનું રદ કરી દેવાનો ઠરાવ કરવામાં આવ્‍યો હોવાની જાહેરાત કરતાં હોબાળો મચી ગયો હતો. કારણ કે ૨૫૦૦ મેગાવોટ વીજળી પેદા કરવા માટે ૩૯૬૭ ઉદ્યોગ સાહસિકોએ ગુજરાત સરકાર સાથે કરાર કર્યા હતા. આ કરાર હેઠળ રૂ. ૧૦,૦૦૦ કરોડનું રોકાણ કરવાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ઉપર દર્શાવેલા આયોજનના ભાગ રૂપે તેમણે પેનલનો ઓર્ડર આપવાના, જમીન ખરીદીને જમીનને લેવલિંગ કરાવવાના કામો પણ કરાવવાના શરૂ કરી દીધા હતા. પરંતુ સરકારે તેમની સાથેના કરાર મુજબના ભાવથી વીજળી ખરીદવા માટેની તૈયારી તો દર્શાવી પરંતુ તેમને મળવા પાત્ર બનતી મૂડીની સબસિડી અને વ્‍યાજની સબસિડી આપવાની ના પાડી દીધી હતી. ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા સબસિડી ન આપવાની જાહેરાત કરતો અને વ્‍યાજ સબસિડી ન આપવાનું જણાવતો પરિપત્ર ધરાર ખોટો હોવાની માગણી સાથે આ પરિપત્ર પાછો ખેંચવાની માગણી પણ ઉદ્યોગ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમે મૂડી અને વ્‍યાજમાં સબસિડી આપવાની જવાબદારી ગુજરાત ઉર્જા વિકાસ નિગમની ન હોવાનું જોઈને હાથ ઊંચા કર્યા હતા.
 આ પત્રકાર પરીષદમાં ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઈન્‍ડસ્‍ટ્રીના સર્વશ્રી પ્રમુખ કિશોરસિંહ ઝાલા, ઉપપ્રમુખ કિશોરભાઈ સાવલીયા, સેક્રેટરી પાર્થિવભાઈ દવે, રાજેશભાઈ જોશી, વિમલભાઈ જૈન અને પિન્‍ટુભાઈ રાયઠઠ્ઠા નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)  

 

(3:38 pm IST)