Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

રાત્રે કર્ફ્યુ સમય દરમ્યાન બીનજરૂરી વોકીંગ કરવા નિકળેલા ૮ શખ્સો વિરૂધ્ધ ભક્તિનગર પોલીસે કરી કાર્યવાહી

dir="auto"> 
રાજકોટ: કોરોના અંતર્ગત કરફ્યુના નિયમનું કડક પાલન કરવા શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પો.કમીશનર ખુરશીદ એહમદ તથા ડી.સી.પી. ઝોન-૧ મનીષસીંધ તથા ડી.સી.પી. ઝોન-ર મનોહરસિંહ જાડેજા  તથા એ.સી.પી. એચ.એલ.રાઠોડ પૂર્વ વિભાગની સુચના અન્વયે હાલમાં કોરોના વાયરસના એમીક્રોન વેરીયન્ટથી ફરી વખત કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા રહેલ હોય જેથી તકેદારીના ભાગરૂપે નોવેલ કોરોના વાયરસ (COVID-19) ના વધતા સંક્રમણને અટકાવવા તકેદારીના ભાગરૂપે કોરોના સંબધીત જાહેરનામું બહાર પાડેલ હોય જેમાં રાત્રીના કલાક ૧૦/૦૦ વાગ્યાથી રાજકોટ શહેરમાં કર્યુ જાહેર કરેલ હઇ જેમાં કર્ફ્યુ સમય દરમ્યાન બીન જરૂરી બહાર નીકળતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હોઈ જે અન્વયે પોલીસ ઇન્સપેકટર જે.ડી.ઝાલાની સુચના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સબ.ઇન્સ. એમ.જે.હુણ તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર રોડ પર બીનજરૂરી નીકળતા લોકો સામે કાયદેસરની કરવા સારૂ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન નીચે જણાવેલ શખ્સો  રોડ પર વોકીંગ કરવા નીકળતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જાહેરનામાનો ભંગ કરી વોકીંગ કરવા નીકળેલ શખ્સોમાં (૧) સંદીપ કીશોરભાઇ પારેખ વાણીયા ઉ.વ.૪ર ધંધો વેપાર ઇમીટેશન રહે. ગાયત્રીનગર શેરી નં.ર રાજકોટ (૨) જીલ જીજ્ઞેશભાઇ ત્રીવેદી બ્રાહમણ ઉ.વ.૧૮ ધંધો ઇલેકટ્રીશીયન રહે. હશનવાડી શેરી નં.૩ બોલ બાલા માર્ગ રાજકોટ (3) નીરજ રાજુભાઇ પટેલ ઉ.વ.૧૯ ધંધો અભ્યાસ રહે. સહકાર સોસાયટી શેરી નં.૪ રાજકોટ  (૪) વિશાલભાઇ જીતેન્દ્રભાઇ કાચા કડીયા ઉ.વ.૨૭ ધંધો પ્રા.નોકરી રહે. ગાયત્રીનગર શેરી નં.૧૨ રાજકોટ (૫) દીલીપભાઇ નટવરલાલ કવા લુહાર ઉ.વ.૪૦ ધંધો લુહારી કામ રહે. ગાયત્રીનગર શેરી નં.૧૨ રાજકોટ (૬) હરીકૃષ્ણ જીતેન્દ્રભાઇ ટાંક કડીયા ઉ.વ.૩૦ ધંધો વેપાર રહે. હેમાણી સાહેબના દવાખાનાની બાજુમાં રાજકોટ (૭) મહેશ રધુભાઇ ઢોલરીયા પટેલ ઉ.વ.૪૬ ધંધો કારખાનુ રહે. માસ્તર સોસાયટી શેરી નં.૧૨ રાજકોટ (૮) સંદીપ રાજેષભાઇ પારેખ સોની ઉ.વ.૨૯ ધંધો એકાઉટન્ટ રહે. નિલકંઠ સીનેમા સામે નવરત્ન એપા. રાજકોટનો સમાવેશ થાય છે.
આ કામગીરી પો.સબ.ઇન્સ. એમ.જે.હુણ તથા એ.એસ.આઇ. ફીરોઝભાઇ શેખ તથા પો.હેડ.કોન્સ. રણજીતસિંહ પઢારીયા, ઉપેન્દ્રસિંહ ઝાલા, સલીમભાઇ મકરાણી પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણા, વાલજીભાઇ જાડા, રણજીતસિંહ જાડેજા, વિશાલભાઇ દવે, પુષ્પરાજસિંહ ગોહીલે કરી હતી.
(10:44 am IST)