Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

રાજકોટ સિવિલ હોસ્પિટલના ૫૦ કર્મચારીઓ સંક્રમિત થયા

રાજકોટમાં ત્રીજી લહેર આવી : તમામ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે

રાજકોટ, તા.૨૩ : શહેરો તરફથી કોરોના ધીરે ધીરે ગામડાઓ તરફ જઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમા કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે. સૌરાષ્ટ્રમા વધતા કેસોએ આરોગ્ય વિભાગને દોડતુ કર્યુ છે, તો તંત્રની ઊંઘ હરામ કરી છે.

આવામાં હવે રાજકોટ સિવિલ હોસ્પિટલના ૫૦ કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં ૫૦ જેટલા કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. સિવિલના નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મીઓ, તબીબો સહિત ૫૦ કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. સિવિલ સુપરિટેન્ડન્ટે જણાવ્યું કે, તમામ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.

રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલના ૫૦ જેટલા આરોગ્ય લક્ષી સેવા બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ સહિત સમગ્ર વિશ્વભરમાં હાલ કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે. ત્યારે પ્રથમ લહેરને દ્વિતીય લહેરની જેમ જ હાલ ત્રીજી લહેરમાં પણ ફ્રન્ટલાઈન વોરિયર્સ કોરોના સંક્રમિત થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

તાજેતરમાં જ રાજકોટ શહેર પોલીસ વિભાગના ડીસીપી, એસીપી સહિત ૪૫ જેટલા પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત થયાનું સામે આવ્યું હતું. ત્યારે હાલ રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલના ૫૦ જેટલા આરોગ્યલક્ષી સેવા બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ આર. એસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં ૫૦ જેટલા અધિકારીઓ તેમજ કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. તમામ હાલ હોમ આઈસોલેશનમાં છે. એક પણ અધિકારી કે કર્મચારીને હોસ્પિટલાઈઝ કરવા પડ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ નથી થયું.

ગુજરાતમાં દર કલાકે ૯૬૫ લોકોને કોરોના ડંખી રહ્યો છે. એક દિવસમાં કોરોનાને લીધે ૧૫ લોકોનાં મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના નવા ૮૩૩૨, સુરતમાં ૨૪૮૮, વડોદરામાં ૩૭૦૯ જ્યારે રાજકોટમાં ૨૦૨૯ કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં ૧૦,૧૦૩ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

(9:27 pm IST)