Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

કોઠારીયા સોલવન્‍ટ પાસે ટ્રેન હેઠળ કપાઇ જતાં પરપ્રાંતિય યુવાનનું મોત

રાજકોટઃ કોઠારીયા સોલવન્‍ટ નજીક હુશેન ચોક ફાટક નંબર ૧૫ પાસે રાત્રીના પોણા દસેક વાગ્‍યે એક યુવાન ટ્રેન હેઠળ આવી જતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્‍યું હતું. બનાવની જાણ ૧૦૮ના ઇએમટી ભાવસિંહભાઇએ કરતાં કન્‍ટ્રોલ ઇન્‍ચાર્જ એ. વી. ગોંડલીયા મારફત આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી. એએસઆઇ વી. બી. સુખાનંદીએ પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનારનું નામ જય કરન (ઉ.વ.૧૮) હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું.

(11:01 am IST)