Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ઘંટેશ્વર એસઆરપી કેમ્‍પ સામે ક્રિસ્‍ટલ હાઇટ્‍સના પાર્કિંગમાં બે રિક્ષામાંથી ટાયરો અને કેબલની ચોરી

રાજકોટઃ જામનગર રોડ પર એસઆરપી કેમ્‍પની સામે ક્રિસ્‍ટલ હાઇટ્‍સના પાર્કિંગમાં ચોરીનો બનાવ બનતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી. શૈલેષભાઇ ધનજીભાઇ ભટ્ટી (ઉ.વ.૩૬-રહે. ક્રિસ્‍ટલ હાઇટ્‍સ એ વીંગ ૭૦૩)એ ફરિયાદ નોંધાવી છે કે તેની અને અન્‍ય એક વ્‍યક્‍તિની રિક્ષાઓ પાર્કિંગમાં રાખી હોઇ આ બંનેમાંથી કોઇ અજાણ્‍યા શખ્‍સો ૨૦મીએ રાતે અઢીથી ત્રણ વચ્‍ચે રિક્ષાઓના છ ટાયર એક સ્‍પેરવ્‍હીલ તેમજ એક કેબલ મળી ૧૯૫૦૦ની ચોરી કરી ગયા છે. આ અંગે હેડકોન્‍સ. વાય.આર. ઝાલાએ તપાસ હાથ ધરી છે.

(11:02 am IST)