Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

શિવશક્‍તિ કોલોનીના ઉમંગે પૂર્વ પ્રેમિકાના નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી ગાળો દીધી

રાજકોટઃ સાધુ વાસવાણી રોડ વિસ્‍તારમાં રહેતી ૨૧ વર્ષિય યુવતિને ૧૯મીએ રાતે ગંગોત્રી ડેરી યોગેશ્વર પાર્ક નજીક શિવ શક્‍તિ કોલોનીના ઉમંગ પટેલે આંતરી અગાઉ તેણી સાથે પ્રેમસંબંધ હોઇ તે અવાર-નવાર મળતાં હોઇ તેનો લાભ લઇ તેણી સાથેના નગ્ન ફોટાઓ પાડી લીધા હોઇ હવે સંબંધ પુરો થઇ ગયો હોઇ છતાં તે પીછો કરી હેરાન કરતો હોઇ તેમજ ૧૯મીએ રાતે પીછો કરી રસ્‍તામાં આંતરી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી તેમજ સાહેદને પણ મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પીએસઆઇ વી. એન. બોદરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:04 am IST)