Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

રૈયા સર્વે નંબરની ગાયત્રીનગર સોસાયટીના ૩૭૫ સભ્‍યોની કિંમતી જમીનને તકરારી બનાવી દેવાનું કાવત્રુ

મહેશ પટેલ, રમેશ પટેલ, સુનિલ ઠાકોર વિરૂધ્‍ધ ડીસીબીમાં ગુનો નોંધાયોઃ પીઆઇ વાય. બી. જાડેજાએ તપાસ હાથ ધરી

રાજકોટઃ આ બનાવમાં ડીસીબી પોલીસે કાલાવડ રોડ ન્‍યુ પરિમલ સ્‍કૂલ પાસે ૧-બી શક્‍તિનગરમાં રહેતાં રાજેન્‍દ્રભાઇ પ્રભુદાસભાઇ જસાણી (ઉ.૬૬) નામના વેપારીની ફરિયાદને આધારે મહેશ ગોવિંદભાઇ પટેલ, રમેશ અંબાલાલ પટેલ, સુનિલ દલપસિંહ ઠાકોર અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્‍યો છે.

રાજેન્‍દ્રભાઇએ પોલીસને જણાવ્‍યું છે કે આરોપીઓએ પુર્વયોજીત કાવત્રુ રચી પોતાના આર્થિક ફાયદા માટે ગાયત્રીનગર કો.ઓ.હાઉસીંગ સોસાયટીના કુલ ૩૭૫ સભ્‍યોની રાજકોટ તાલુકાના રૈયાના સર્વે નં. ૨૫૦ પૈકીની જમીન એકર ૩૦ ગુંઠાની કિંમતી જમીનનું બોગસ સાટાખત બનાવી તેમજ બનાવટી બાનાખત ઉભુ કરી ગુજરાત હાઇકોર્ટમાં સિવિલ દાવો ચાલુ હોઇ તેમાં બોગસ બનાવટી બાનાખત ખરા તરીકે રજૂ કરી ગાયત્રીનગર કો.ઓ. હાઉસીંગ સોસાયટીના ૩૭૫ સભ્‍યોની કિંમતી જમીનને તકરારી કરી દીધી હતી. આ આરોપો અંગે ગુનો નોંધી પીઆઇ વાય. બી. જાડેજા અને ટીમે તપાસ શરૂ કરી છે.

(11:05 am IST)