Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

શાપર-વેરાવળ પોલીસે દારૂ ભરેલ વાહન સાથે રાજકોટના સેજાદ હેરંજાને ઝડપી લીધો

૨.૩૭ લાખનો દારૂ અને વાહન સહિત ૫.૮૮ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ,તા. ૨૩: શાપર-વેરાવળ પોલીસે ૨.૭૭ લાખના દારૂ ભરેલ વાહન સાથે રાજકોટના શખ્‍સને ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દારૂ તથા જુગારની બદી નેસ્‍ત નાબુદ કરવા સુચના કરેલ હોય જેના અનુસંધાને શાપર (વે.) પો.સ્‍ટે.ના પો.સબ.ઇન્‍સ. એસ.જે.રાણાની રાહબરી હેઠળ પો.સબ.ઇન્‍સ. જી.એલ.ગજેરા સ્‍ટાફે સાથે પો.સ્‍ટે. વિસ્‍તારના ના.રા. પેટ્રોલીંગમાં હતા. તે દરમ્‍યાન નવા ૧૫૦ ફુટ રીંગ રોડ કોરાટ ચોક પાસે સમય ફાર્મ હાઉસ સામેથી પસાર થઇ રહેલ શંકાસ્‍પદ ટાટા ઇન્‍ટ્રા. માલવાહન વાહન રજી નંબર જીજે-૩૨ટી૬૦૪૩ વાળી રોકાવી ચેક કરતા ટાટા ઇન્‍ટ્રા. વાહનમાંથી વિદેશી દારૂનો ૨.૩૭ લાખનો જથ્‍થો મળી આવતા રજી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ચાલાક સેજાદ સીદીભાઇ હેરંજા ઉવ.૨૭ ધંધો મજુરી રહે .રાજકોટ જંગલેશ્વર તવક્કલ ચોક શેરી નં. ૨૮ને દારૂ અને વાહન મળી કુલ ૫.૮૮ લાખના મુદ્દામાલ સાથે ધરપક કરાય હતી.

આ કાર્યવાહી શાપર-વેરાવળ પો.સ્‍ટે.ના એ.એસ.આઇ મુકેશભાઇ ચૌહાણ, પો.કોન્‍સ. દિલીપભાઇ વેજીયા, પો.કોન્‍સ. જયસુખભાઇ જીલીયા, પો.કોન્‍સ. દિપકભાઇ સરવૈયા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(11:46 am IST)