Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ભાડલાના બોઘરાવદર ગામે વાડીમાં રાજકોટના પાંચ વેપારી સહિત ૬ જુગાર રમતા પકડાયા

રાજકોટ, તા. ર૩ : ભાડલા પોલીસે બોધરાવદર ગામે વાડીમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા રાજકોટના પાંચ વેપારી સહિત છ ને ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ બોધરાવદર ગામની સીમમાં બેડલા રોડ ઉપર ધર્મેશ દિનેશભાઇ રામાણી રહે. રાજકોટ રણછોડનગર શેરી નં. ૪ વાળાએ મકાન પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ભાડલાના પીએસઆઇ આર.એસ. સાંકળીયાના તથા સ્‍ટાફે રેઇડ કરી જુગાર રમતા (૧) ધર્મેશ દિનેશભાઇ રામાણી (ઉવ.૩ર), ધંધો. ઇમીટેશન રહે. રાજકોટ, રણછોડનગર શેરી નં.૦૪ (ર), રાજેશ જસમતભાઇ ઢોરયા (ઉ.વ.૩૭), ધંધો. ઇમીટેશન રહે. રાજકોટ, રણછોડનગર શેરી નં.૦૩,  (૩) હિરેન ગોરધનભાઇ ડોબરીયા (ઉ.વ.૩૬) ધંધો. ઇમીટેશન રહે. રાજકોટ, રણછોડનગર શેરી નં.૦ર  (૪) કેયુર કાંતીભાઇ ઠુમ્‍મર (ઉ.વ.૩૩) ધંધો. ઇમીટેશન રહે. રાજકોટ, રણછોડનગર, વેકરીયા મેઇન રોડ (પ) ચેતન માધવજીભાઇ નંદાણી (ઉ.વ.૪૩) ધંધો. ઇમીટેશન રહે. રાજકોટ, રણછોડનગર, ૦૯ વેકરીયા મેઇન રોડ તથા (૬) કૃણાલ લલીતભાઇ રૈયાણી (ઉ.વ.૩૮) ધંધો- વેપાર, રહે. રાજકોટ, કુવાડવા રોડ ડી માર્ટ પાસે જય શકિત પાર્ક શેરી નં. ૧ ને રોકડા રૂા. ર૭૭૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

(12:08 pm IST)