Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

વધુ ઍક વખત આજીમાં પહોંચ્યા નર્મદા નીર

રાજકોટને ૫ વર્ષમાં ૨૭મી વખત નર્મદાનું પાણી મળતા ખુશીની રેલમછેલ : પદાધિકારીઓની પાણીદાર રજુઆતને પ્રતિસાદઃ આવતા ચોમાસા સુધી રોજ હાલના ધોરણે વિતરણ : સરકારનો આભાર

રાજકોટ તા. ૨૩ : શહેરના મુખ્ય જળાશય ઍવા આજી ડેમમાં ફેબ્રુઆરી સુધી તથા ન્યારી ડેમમાં મે સુધીનો જ જળ જથ્થો ઉપલબ્ધ હોય અને પાણી વિતરણ વ્યવસ્થા નિયમીત મળી શકે તે માટે મ્યુનિ. કમિશનર અને મનપાના પદાધિકારીઓ દ્વારા સરકારને પત્ર પાઠવી આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત ૧૩૫૦ ઍમસીઍફટી તથા ન્યારી-૧ ડેમમાં ૧૦૮૦ ઍમ.સી.ઍફ.ટી. નર્મદા નીર ઠાલવવા પત્ર પાઠવી માંગણી કરવામાં આવી હતી જે અન્વેય રાજય સરકાર દ્વારા ૨૭મી વખત રાજકોટના જળાશયમાં સૌની યોજના મારફત જળજથ્થો  આપવાની  મંજુરી આપતા આજી-૧માં નર્મદાનીર ઠાલવવાનું શરૂ થયેલ છે.

આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર અને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોટર વર્કસ સમિતી ચેરમેન દેવાંગભાઈ માંકડ ઍક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેરને દૈનિક ૨૦ મિનિટ પીવાનું પાણી આપવામાં આવે છે. સ્થાનિક જળાશયો આજી, ન્યારી, ભાદર અને નર્મદા પાઈપલાઈન દ્વારા આશરે ૩૫૦ પ્ન્ઝ઼ પાણી મેળવી વિતરણ કરવામાં આવે છે. આગામી ઉનાળાની ઋતુમાં ૨૦ મિનિટ પાણી પુરવઠો જાળવી રાખવા સ્થાનિક  આજી-૧ ડેમ માટે સરકારશ્રીમાં ૧૦૮૦ MCFT પાણી જાન્યુઆરી માસમાં ફાળવવા માંગણી સાથે વિનંતી કરાયેલ. જેના અનુસંધાને સરકાર દ્વારા તા.૨૧ જાન્યુઆરી રોજ આજી-૧ ડેમ ખાતે ૨સૌની યોજનાનું પાણી પહોંચી ગયેલ છે. જે બદલ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલનો પદાધિકારીઓઍ આભાર વ્યક્ત કરેલ છે.

આજી-૧માં કુલ ૨૯ ફૂટની સપાટી છે. જેમાં ‘સૌની યોજનાનું પાણી આવ્યા પહેલા ૩૭૬ MCFT પાણીનો જથ્થો હતો. જે ધ્યાનમાં રાખી ‘સૌની યોજનાનું પાણીની માંગણી કરવામાં આવેલ. સરકારશ્રી દ્વારા ­થમ તબક્કામાં આશરે ૬૦૦ પ્ઘ્જ્વ્થી વધુ પાણી ફાળવશે. ત્યારબાદ મે-જુનમાં જરૂરીયાત મુજબ ફરીને જથ્થો આપવામાં આવશે.

સને ૨૦૧૭થી આજી-૧ને નર્મદા સાથે જાડી અત્યાર સુધીમાં ૨૭ વખત ‘સૌની યોજના’નું પાણી આજી-૧ ડેમમાં ઠાલવેલ છે. જયારે જયારે રાજકોટને પાણીની જરૂરીયાત ઉભી થઈ છે ત્યારે સરકારશ્રી દ્વારા ‘સૌની યોજના’નું પાણી ફાળવવામાં આવેલ છે. તેમ, અંતમાં પદાધિકારીઓઍ જણાવેલ છે.

(3:22 pm IST)