Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

હિરાસર ઍરપોર્ટ : ૧લી ફેબ્રુઆરીઍ ફલાઇટ ટેસ્ટીંગ : ઍપ્રીલમાં લોકાર્પણ

DGCI ૧૫ દિ’માં તમામ ફબ્ઘ્ આપી દેશે : જમીન સંપાદન પુરૂં : ટેસ્ટીંગ માટે કેલીબેશન ફલાઇટ આવશે : વડાપ્રધાન નરેન્દ્રભાઇ રાજકોટ - સૌરાષ્ટ્ર - કચ્છની પ્રજાને અમૂલ્ય ભેટ આપશે : તડામાર તૈયારીઓ : ટર્મીનલ-૧ બની ગયું

રાજકોટ તા. ૨૩ : આગામી ઍપ્રીલ માસમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી રાજકોટ - સૌરાષ્ટ્ર - કચ્છની લાખો પ્રજાને ઍક અમૂલ્ય ભેટ આપવા જઇ રહ્ના છે.

વિગતો મુજબ રાજકોટથી ૨૦ કિમી દુર બની રહેલ આંતરરાષ્ટ્રીય હિરાસર ઍરપોર્ટનું ૯૭ ટકા કામ પુરૂં થયું છે, રન-વે તૈયાર થઇ ગયો છે, અને આગામી ૧લી ફેબ્રુઆરીના રોજ કેલીબેશન ફલાઇટનું રન-વે ઉપર ટેસ્ટીંગ થશે, જે અંગે તૈયારીઓ કરી લેવાઇ છે, રન-વે પર બંને બાજુની લાઇટો ચાલુ થઇ ગઇ છે, ઍ ફલાઇટ ટેસ્ટીંગ બાદ મોટી ફલાઇટ ઉતારાશે અને બાદમાં ઍપ્રીલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ થશે, ગઇકાલે નાગરિક ઉડ્ડયન સચિવ શ્રી રાજીવ બંસલ રાજકોટમાં હતા, આ લોકાર્પણ કયારે કરવું, કેમ કરવું તેની આછેરી ઝલક તેમણે અધિકારીઓને આપી દિધી છે.

ટોચના સૂત્રોના કહેવા મુજબ જમીન સંપાદન કામ પુરૂં થયું છે, ટર્મીનલ-૧ બની ગયું છે, ટર્મીનલ-૨નું કામ ચાલુ છે, હાલ ફિનીસીંગ - લોન્જ ઘાસની કામગીરી થઇ રહી છે, હવે ડીજીસીઆઇ ૧૫ દિ’માં તમામ પ્રકારના ઍનઓસી આપી દે ઍટલે લોકાર્પણની તૈયારીઓ શરૂ કરી દેવાશે, રાજકોટને ઍક લાખેણી ભેટ મળશે.

(3:23 pm IST)