Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

મહાવીરનગર સ્થા. જૈન સંઘ દ્વારા આયુષ્યમાન કાર્ડ કેમ્પ

રાજકોટઃ સરકારશ્રી તરફથી જે યોજનાઓ જાહેર થાય છે તેના લાભ જૈન સમાજના જરૃરીયાતમંદ લોકોને પણ મળે તેવા શુભ આશયથી રાજકોટ મ્યુ. કોર્પોરેશનના સહકારથી શ્રી મહાવીર નગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે  આયુષ્યમાન  ભારત  કાડૅ કેમ્પનું આયોજન થયેલ. કોર્પોરેશન દ્રારા સ્થળ ઉપર જ  લગભગ ૨૦૦ અરજદારોની કાર્ડ -ક્રિયા પૂર્ણ કરેલ. મહાવીરનગર સંઘના અગ્રણી મુળવંતભાઈ સંઘાણીએ ઉપસ્થિત સૌનું શબ્દોથી સ્વાગત કરેલ.  મોતીની માળાથી ઉપસ્થિત દરેક મહાનુભાવોનુ શ્રી સંઘ દ્વારા અભિવાદન કરવામાં આવેલ. ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે મહાવીર નગર સંઘની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી સરકાર શ્રી તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપેલ. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ રાજકોટ મા વિવિધ સ્થળોએ કેમ્પના આયોજન કરવા આહવાન કરેલ. આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ્રીબેન ડોડીયાએ આયુષ્યમાન ભારત કાર્ડ વિશે વિસ્તૃત માહિતી આપેલ.  આભાર વિધી રમેશભાઈ દોમડીયાએ કરેલ. આ અવસરે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા,શહેર ભાજપ મહા મંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં ૮ ના કોર્પોરેટર અશ્ચિનભાઈ પાભંર,ડૉ. દર્શનાબેન પંડયા,બિપીનભાઈ બેરા,વોર્ડ નં. ૮ પ્રમુખ તેજસભાઈ જોષી,વોર્ડ મંત્રી કાથડભાઈ ડાંગર, જયસુખભાઈ મારવીયા તથા શહેર ભાજપ મંત્રી રઘુભાઈ ધોળકીયા વગેરે ઉપસ્થિત રહેલ. જૈન અગ્રણી મહેશભાઈ મહેતા,ડૉ. વિપુલભાઈ દોશી, પરેશભાઈ દફતરી, ગૌરવભાઈ દોશી વગેરે ઉપસ્થિત રહેલ. જૈન સાધર્મિક સહાયક સમિતિના અમીબેન દોશીએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે સરકાર તરફથી અનેક માનવતાલક્ષી યોજનાઓ જાહેર થાય છે. જૈન સંઘો, સાધર્મિક સમિતિ તથા સરકારના સહિયારા પુરુષાર્થથી ધર્મની સાથે લોકપયોગી કાર્ય કરવા સૌએ પ્રયત્નશીલ બનવું જોઈએ આ પણ એક પ્રકારની સાધર્મિક ભકિત છે.કાર્યક્રમને સફળ બનાવવા માટે સંઘ પ્રમુખ પ્રફુલ્લભાઈ જસાણી તથા સુધીરભાઈ બાટવીયા,હરીશભાઈ મહેતા,મુળવંતભાઈ સંઘાણી, પ્રતાપભાઈ વોરા,રમેશભાઈ દોમડીયા,જગદીશભાઈ શેઠ,નિતીનભાઈ પારેખ,વિરેનભાઈ શેઠ તથા  જૈન સમાજ સાધર્મિક સહાયક સમિતિ ૅ ના એડવોકેટ અનિલભાઈ દેસાઈ, એડવોકેટ કમલેશભાઈ શાહ,પ્રતાપભાઈ વોરા,રમેશભાઈ દોમડીયા,શૈલેષભાઈ માઉં,અમીબેન દોશી,હેમાબેન મોદી,સુશીલભાઈ ગોડા,મનોજ ડેલીવાળા વગેરે સેવાભાવીઓએ  જહેમત ઉઠાવેલ. સમગ્ર કાર્યક્રમનુ સૂત્ર સંચાલન મનોજ ડેલીવાળાએ કરેલ તેમ મહાવીર નગર સ્થાનકવાસી જૈન સંઘની યાદિમાં જણાવાયું છે.

(3:29 pm IST)