Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

શહેરમાં શરદી-ઉધરસ-ઝાડા-ઉલ્‍ટીનારોગચાળાનો ભરડો : ૭ દિ'માં પ૦૦થી વધુ કેસ

ડેન્‍ગ્‍યુ-ચીકનીગુનીયાના એક-એક દર્દી તંત્રના ચોપડે નોંધાયા : મચ્‍છર ઉત્‍પતિ સબબ ૪૮૩ ને નોટીસ

રાજકોટ, તા.ર૩ : શહેરમાં છેલ્લા સપ્‍તાહમાં ઠંડીનું જોર વધ્‍યું છે ત્‍યારે છેલ્લા સપ્‍તાહમાં આરોગ્‍ય વિભાગના ચોપડે શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્‍ટીના ૪૭૪થી વધુ કેસ નોંધાયા છે. જ્‍યારે મચ્‍છરજન્‍ય રોગચાળાના ર દર્દીઓ નોંધાયા છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૧૬થી રર જાન્‍યુઆરી સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાના ર કેસ

અઠવાડિયામાં મેલેરિયાના૦, ડેન્‍ગ્‍યુ અને ચિકન ગુનિયાના ૧-૧ કેસ નોંધાયા છે. જયારે સીઝનમાં  મેલેરિયા-ના ર, ડેન્‍ગ્‍યુના ર તથા ચિકનગુનિયાના ર કેસ નોંધાયા છે.

શરદી-તાવના ૩૬પ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૩૬પ તેમજ સામાન્‍ય તાવના ૩૯ અને ઝાડા-ઉલ્‍ટીના ૧૦૯ સહિત કુલ પ૦૦ દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ

સબબ પ૦૦ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧પ,૬૭૪   ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૭૦ર ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૪૮૩ લોકોને નોટીસ પાઠવી છે.

(4:25 pm IST)